વડાપ્રધાન વારંવાર રસીકરણની ઝડપ વધારવા પર ભાર મૂકે છે. ગુજરાતમાં તો રસી કેમ્પ શરૂ કરવાની મંજૂરી અપાઇ છે પણ રસીના ડોઝ પૂરતા ના હોવાથી આવાં આયોજનો અટકી પડયાં છે. આવું માત્ર ગુજરાતમાં જ નહીં, અન્ય રાજયોમાં પણ છે. સરકારે રસી દરેક રાજયોને ઉપલબ્ધ બનાવવાની જવાબદારી લીધી છે અને એ રીતે રાજયોને પૂરતા પ્રમાણમાં રસી મળવી જોઇએ. રસીકરણ ઝડપી નહીં બને અને લક્ષ્યાંક મુજબ કામ નહીં થાય તો કોરોનાની ત્રીજી લહેર આવવાની શકયતા સામે લડવું મુશ્કેલ બનશે.
સુરત – મહેશ વી. વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.