Charchapatra

મહિલાદિનની ઉજવણીની જરૂરિયાત

સ્ત્રીઓને નાનાપણથી માંડીને તબક્કાવાર શારીરિક માનસિક સામાજિક આર્થિક કૌટુંબિક ત્રાસ અનુભવવો પડે છે તેનો ઉકેલ લાવવા માટે આપણે મહિલાદિનની ઉજવણી કરવી પડે છે જે બતાવે છે કે 21મી સદી તરફ જઈ રહેલા આપણને સ્ત્રીની અસમાનતાની સ્થિતિ માટે જાગૃત કરે છે.  એક પુરુષની કાર્યસફળતા પાછળ એક સ્ત્રીનો સહયોગ હોય છે. તેમ સ્ત્રીની કાર્યસફળતા પાછળ એક પુરુષનો પણ સહયોગ હોવો જરૂરી છે. જો કોઈ સ્ત્રી બાળપણથી સતત સંઘર્ષો વેઠીને આગળ આવે તો તેને કુટુંબે, સમાજે બીરદાવવી જોઈએ. બીજી સ્ત્રીઓએ તેનામાંથી, પ્રેરણા લઈ આગળ આવવું જોઈએ. રાજ્ય અને કેન્દ્ર સરકારે સ્ત્રીઓ માટે પ્રોજેક્ટો તથા નાના-નાના ઉદ્યોગો ઉભા કરી સ્ત્રીઓને સહાય કરવી જોઈએ. સ્ત્રી શિક્ષણ ફરજીયાત કરવુ જોઈએ.

જેથી આગળ જતા સ્ત્રી પોતાના બાળકોને ભણાવી સારા સંસ્કારો આપી શકશે. અને સ્ત્રી પોતે સ્વનિર્ભર બનશે.  રસોઈ, ઘરકામ ઢોર-ઢાંખર ખેતી, સાફ-સફાઈ મંજુરી બાળકનો ઉછેર આ બધા કામો સ્ત્રી વગર અધુરો છે.  સ્ત્રીઓ માટે અન્ય પ્રશ્નો પણ ઉભા છે. જેમકે બળાત્કાર, જાતીય સતામણી, છેડતી, લવ જેહાદ, દહેજ- સાસરિયાની સતામણી જેને કારણે આત્મહત્યાનું પ્રમાણ સ્ત્રીઓમાં વધતુ જાય છે. શાળામાં કોલેજોમાં કરાટે, સ્વરક્ષણ, પ્રાઈવેટ પાર્ટની જાળવણી વગેરેનું શિક્ષણ ફરજીયાત કરવું જરૂરી છે. સ્ત્રી સમાનતાની ભાવના કેળવવા માટે સમાજ સુધારકોએ, સેવાભાવી, સંસ્થાઓએ મહિલા મંડળોએ તે માટેના કાર્યક્રમો ગોઠવવા.
સુરત     – પ્રો. રમીલા દેસાઈ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

વૈશ્વિક સ્તરે સ્વદેશી ચળવળ
વિશ્વનેતા બનવાની હાયવોયમાં માત્ર સ્વાર્થને વરેલુ અમેરિકા હવે નર્યો સ્વાર્થ તુક્કો લડાવીને ટ્રમ્પના ટેરિફ વોરની દિશામાં આગળ (પીછેહઠ કરવા માટે?) વધી રહ્યું છે, ત્યારે આપણી આઝાદી પહેલાં પૂ. મહાત્મા ગાંધીજીએ ઉપાડેલી દેશ વ્યાપી ‘‘ સ્વદેશીની ચળવળ’’ યાદ આવી જાય છે, કારણકે ચીન, યુરોપીય- એશિયાઈ વગેરે દેશો સહિત  અન્ય નાના-મોટા અનેક દેશોને વર્તમાન સમયમાં આવું જ કાંઈક કરવું પડશે અને ઈંગ્લેન્ડ પણ આવું કરશે, તો ભારતે મારેલો ‘‘સ્વદેશીનો મુક્કો યાદ આવી જશે, તેમજ સ્વદેશીનો લાભ પણ મળશે, ચળવળની સ્મૃતિને તાજી રાખવા માટે મોદીજીને વિનંતી કરીએ, કે સ્વદેશીની ચળવળને વૈશ્વિક સ્તરે લઈ જશો તો પેલા I am the monark of all I Survey’’માં માનનાર ટ્રમ્પનો ગર્વ છૂમંતર થઈ જશે, તે માટે જનતાને ટેરિફવોરના ઝનૂનમાંથી બચાવવા માટે આવેલી તક ઝડપીને વિશ્વનેતા બનવાની હોડમાં અગ્રેસર બનવા માટે બક અપ
સુરત     – રમેશ એમ.મોદી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top