વિજ્ઞાનના જણાવ્યા પ્રમાણે વિશ્વમાં જેમનો પ્રજનન દર ત્રણથી નીચે હોય છે તે ધીરે ધીરે લુપ્ત થઇ જાય છે. તબીબો પણ કહે છે કે વહેલા વિવાહ અને ત્રણ સંતાનોને જન્મ આપવાના કારણે માતા-પિતા અને સંતાનોનું સ્વાસ્થ્ય સારું રહે છે અને જે ઘરમાં ત્રણ સંતાનો છે તે સંતાનો એકમેકના સાથને કારણે ઇગો મેનેજમેન્ટ શીખી લે છે જેથી આગળ જતાં તેમના પરિવાર જીવનમાં કોઇ મુશ્કેલી સર્જાતી નથી. ત્રણ સંતાનોના કારણે પરિવાર સંબંધો આગળ વધતા હોય છે. આપણા દેશની જન્મ દર પોલીસી પણ 2.1 ની જરૂરિયાત જણાવે છે.
પરંતુ સંતાન થાય છે 0.1 સંતાન થતાં નથી. ભારતવર્ષના પ્રત્યેક નાગરિકના પરિવારમાં વધુમાં વધુ ત્રણ બાળકો જ હોવાં જોઈએ. જેથી ભરણપોષણનો ગંભીર પ્રશ્ન જ ન ઊભો થાય. દાયકાઓથી ચલાવેલી વન ચાઈલ્ડ પોલીસીની આડ અસરને કારણે ચીનમાં જન્મદરમાં તીવ્ર ઘટાડો થતાં હજારો કિન્ડરગાર્ટન્સ સ્કૂલો બંધ કરવામાં આવેલ હતી. રશિયામાં વસતીવધારો કરવા માટે રશિયાના પ્રમુખશ્રી પુતિન સેકસમીનીસ્ટ્રી બનાવવાના છે. રશિયામાં મહિલાઓની ફર્ટીલીટી રેટ ઘટીને 1.5 પર આવી ગયેલ છે તેથી નવજાત બાળકો ઓછાં જન્મી રહ્યાં છે. કોઇ પણ દેશની વસતી ભલે વધે નહી પણ છે એટલી રહે એ માટે મહિલાઓની ફર્ટીલીટી રેટ 2.1 હોવી જોઈએ.
આપણા દેશમાં સરકારના ‘હમ દો, હમારે દો’ના અભિયાનને કારણે વયનો વૃદ્ધિ દર હોવો જોઈએ તેના કરતાં પણ નીચે ઊતરી ગયો છે. કોઇ પણ દેશની વસતિને જાળવવા માટે 2.1 ટકાનો જન્મ દર અનિવાર્ય માનવામાં આવે છે. જયારે આપણા દેશનો જન્મદર 1.98 ટકા થઇ ગયો છે. જેના પરિણામે આપણા દેશમાં એક જ સંતાન હોય કે એક પણ સંતાન ન હોય તેવાં કુટુંબોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયેલ છે. આ ઉપરાંત સંતાન જ ન જોઈતાં હોય તેવાં કુટુંબોની સંખ્યા પણ વધેલ છે. કુટુંબમાં બે કે ત્રણ બાળકો હોય તો સગપણ સચવાઈ જાય છે અને બાળકને બીજા બાળકની કંપનીની જરૂર નથી પડતી અને બાળકોનો ઉછેર સારી રીતે કરી શકાશે.
અમદાવાદ – પ્રવીણ રાઠોડ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.