વડોદરા : અવનાર સમયમાં ચોમાસાની ઋતુની શરૂઆત થવાની છે. ત્યારે પાલિકા દ્વારા પ્રિ-મોન્સુનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પ્રિ મોન્સુન કામગીરીમાં પ્રતાપ ટોકીઝ પાસેના ડ્રેનેજની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પ્રતાપ ટોકીઝ પાસેની ડ્રેનેજ લાઈનમાંથી ખુબ મોટા પ્રમાણમાંથી કચરો નીકળ્યો હતો. શહેરના પ્રતાપ ટોકીઝ પાસેની ડ્રેનેજ લાઈનમાંથી ખુબ મોટા પ્રમાણમાં પ્લાસ્ટીકના ગ્લાસ અને સ્ટ્રો કચરો નીકળ્યો હતો. પ્રતાપ ટોકીઝ પાસે આવેલ પટેલ કોલ્ડ્રીંકસ અને તેની પાસે આવેલ લસ્સીની દુકાન આવેલી છે. શહેરીજનો જયારે ત્યાં લસ્સી કે કોલ્ડ્રીંકસ પીવા આવે ત્યારે કોલ્ડ્રીંકસ અને લસ્સી પીને ગ્લાસ ત્યાં બાજુમાં આવેલી ગટરમાં નાખી દે છે.
તેને કારણે ત્યા આવેલ ડ્રેનેજમાં ખુબ મોટા પ્રમાણમાં પ્લાસ્ટીકના ગ્લાસ અને સ્ટ્રો કચરો મળી આવ્યો હતો. તેને કારણે ચોમાસાની ઋતુમાં ડ્રેનેજ ચોકોઅપ રહેવાની શક્યતા પણ નકારી શકાય તેમ નથી. મહાનગર પાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વરસે પણ પ્રિ -મોન્સુનની કામગીરી કરવામાં આવી રહી છે. પ્રિ-મોન્સુનની કામગીરીમાં દરમ્યાન પ્રતાપ ટોકીઝ પાસેની ડ્રેનેજ લાઈનમાંથી મોટા પ્રમાણમાં પ્લાસ્ટીકના ગ્લાસ અને સ્ટ્રોનો મળી આવી છે. જેને કારણે વરસાદમાં ડ્રેનેજ લાઈન ચોકઅપ થવાની શક્યતાઓ છે. રાજમાર્ગો પર પાણી ભરતા હોય છે. ડ્રેનેજ લાઈન માંથી મોટા પ્રમાણમાં પ્લાસ્ટીકના ગ્લાસ અને સ્ત્રોનો જથ્થો જે મળ્યો તે બદલ પાલિકા શું પ્રતાપ ટોકીઝ પાસે આવેલ પટેલ કોલ્ડ્રીંકસ અને લસ્સીની દુકાન ચાલકો પર કોઈ કાર્યવાહી કરશે કે નહી તે જોવાનું રહ્યું.