વડોદરા: નિઝામપુરા મહેસાણા નગર સર્કલ નજીક ધમધમતા ટ્રાફિક મા પુરઝડપે આવેલી સ્વીફ્ટ કારના ચાલકે એકટીવા રિક્ષા સહિત ચાર વાહનો ને ધડાકાભેર અડફેટે લેતા નાસભાગ મચી ગઇ હતી. જેમાં વૃદ્ધ દંપતી સહિત ત્રણને ઈજાઓ પહોંચી હતી પોલીસે નશામાં ચૂર કારચાલકની દારૂની બોટલ સાથે ધરપકડ કરી હતી. ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના કાયદાની રખેવાળી કરતા પોલીસ ખુદ દારૂના નશામાં ચૂર થઈને કારમાં ટહેલતા હોય એવી ઘટનાઓ તો છાશવારે બનતી જોવા મળે છે. પોલીસ ની આબરૂને કલંકિત કરે તેવી ઘટના સમી સાંજે મહેસાણા નગરના સર્કલ પાસે બની હતી.
પૂર ઝડપે પસાર થતી કાર ના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા આગળના વાહનોને ધડાધડ ટક્કર મારતા નાસભાગ મચી ગઇ હતી બેકાબૂ કાર આખરે ડિવાઇડરમાં અથડાઇ ને થોભી ગઈ હતી. ગણતરીની પળોમાં એકઠા થઇ ગયેલા વાહનચાલકો અને રાહદારીઓ તુરંત પોલીસને જાણ કરી હતી ગણતરીની પળોમાં દધસી આવેલ ફતેગંજ પોલીસે તપાસ કરતા કારચાલક નશામાં ચૂર હતો કારમાં પણ દારૂની બોટલ મળી હતી. પોલીસે ચાલકની પૂછતાછ કરતા બોલવાના પણ હોશ ન હતા.બીજી તરફ એક્ટીવા સવાર વૃધ્ધ દંપતી અને રીક્ષા ચાલક ઇજાગ્રસ્તો ને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા.પિક અવર્સમાં સમય દરમ્યાન હિટ એન્ડ રનના બનેલા ગંભીર બનાવના પગલે આશરે એક કલાક સુધી વાહન વ્યવહારને સીધી અસર પહોંચી હતી. આશરે અડધો કલાક સુધી તો ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.