કીમ: સુરત કુડસદ (Kudsad) રેલવે સ્ટેશનથી પસાર થતી ગુડ્સ ટ્રેનની (Goods train) આગળની બોગીનાં પૈડાંની હોટ એક્સલમાં (In Excel) આગ લાગી હતી. કુડસદ ફાટકથી પસાર થતા ગેટમેન અને ડ્રાઇવરની સતર્કતાના કારણે ટ્રેન તત્કાળ અટકાવી આગને કાબૂમાં લેતાં એક મોટી દુર્ઘટના સદનસીબે બનતા રહી ગઈ હતી.
આગ ઉપર સૌથી પહેલા ફાટક સ્ટાફની નજર પડી હતી
રાત્રે કુડસદ ફાટક પાસે પસાર થઈ રહેલી કોલસા ભરેલ ગુડ્સ ટ્રેનના મધ્યના ભાગ આવેલી એક બોગીના ભાગે આગ દેખા દીધી હતી. જે આગ પર કુડસદ ફાટકના ગેટમેનની નજર ગઈ હતી. અને ગેટમેને તુરંત જ નજીકના કીમ સ્ટેશનના અધિકારીઓને જાણ કરી હતી. અને કીમ સ્ટેશનના અધિકારીઓએ ગુડ્સ ટ્રેનના ડ્રાઇવરને જાણ કરી હતી.સતર્કતા બતાવતા મોટી દુઘટના ટાળી ગઈ
ડ્રાઇવરે તુરંત ગુડ્સ ટ્રેનમાં કોલસો ભરેલો હોવાને કારણે સતર્કતા દાખવી ટ્રેન કુડસદ ફાટક નજીક થોભાવી લીધી હતી. ડ્રાઇવરે આગને ફાયર સેફ્ટીના સાધન વડે કાબૂમાં લીધી હતી. કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યા બાદ આગ બોગીનાં પૈડાંની હોટએક્સલમાં કોઈ કારણોસર લાગી હોવાનું સામે આવ્યું હતું. આગના કારણે અપ લાઈનો પર ટ્રેન વ્યવહારને અસર પહોંચી હતી. જો કે, ગેટમેન અને ડ્રાઇવરની સતર્કતાને કારણે એક મોટી દુર્ઘટના બનતી રહી ગઈ હતી. આગની ઘટનાને પગલે રેલવે વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે તાબડતોબ દોડી આવ્યા હતા. અને કયા કારણસર આગ લાગી એ અંગે તપાસ હાથ ધરી છે.
કુડસદ રેલવે સ્ટેશન નજીક કોલસા ભરેલી ગુડ્સ ટ્રેનમાં આગ ભભૂકી
By
Posted on