Entertainment

બાદશાહનો દીકરો જેલમાંથી આસાનીથી નહીં છૂટે, જાણો દેશમાં કેવા છે ડ્રગ્સના કાયદા?

બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનને ડ્રગ્સ કેસમાં મુંબઈના આર્થર રોડની જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે. આર્યન ખાન વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આર્યન ખાન ગયા શનિવારે એક ક્રુઝ પાર્ટીમાં ડ્રગ્સનો નશો કરવાના કેસમાં NCB દ્વારા પકડવામાં આવ્યો હતો. દેશમાં ડ્રગ્સ સંબંધિત કેસોના કાયદા ખૂબ જ કડક છે, ત્યારે આર્યન ખાન સામે શું કાર્યવાહી થઈ શકે? તેનો કેટલો સમય કારાવાસમાં કાઢવો પડે તે જાણીએ.

NDPS એટલે નાર્કોટીક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબ્સટન્સીસ. આ કાયદો 1985માં ઘડવામાં આવ્યો હતો, જેમાં કોઈપણ નશાકારક પદાર્થો જેવા કે, ચરસ, ગાંજો, ભાંગ, અફીણ, પોપી સ્ટ્રો, MDMA જેવા કેમિકલ સબસ્ટન્સને ભારતમાં ખરીદ-વેચાણ, હેરફેર કે સેવન પ્રતિબંધિત અને ગેરકાયદેસર છે.

આ કાયદા હેઠળ ભારતમાં આ પ્રકારના પદાર્થોની ખેતી, ઉત્પાદન, ખરીદ, વેચાણ, સ્ટોરેજ વગેરે ત્મકમ પર પ્રતિબંધ છે. ક્યારેક લાયસન્સ સાથે સ્પેશ્યલ કેસમાં અમુક જ લોકોને પરમીશન આપવામાં આવતી હોય છે. તેના માટે નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટની પરમીશન લેવી પડતી હોય છે. જો કોઈ આવા નશીલા પદાર્થોનું સેવન કરે છે કે તેના ખરીદ-વેચાણ, ઉત્પાદન કે હેરફેર સાથે સંકળાયેલો છે તો તેને અલગ અલગ સજા થઈ શકે છે.

વળી, પકડાયેલા આરોપી પાસે કેટલી માત્રામાં જથ્થો પકડાયો તેના આધારે સજા કરવામાં આવે છે. જેમ કે, 1 કિલોથી ઓછો ગાંજો પકડાયો હોય કે 20 કિલોથી વધુ ગાંજો પકડાયો હોય તો એ બંને સ્થિતિમાં સજાની જોગવાઈ અલગ છે. ઓછી માત્રામાં જથ્થો પકડાય ત્યારે આરોપી તેનું સેવન કરવા માટે લાવ્યો હોવાનું માની લઈ તે મુજબ સજા કરાય છે, જ્યારે વધુ માત્રામાં પકડાય તો તેનો કમર્શિયલી એટલે કે વેચાણના હેતુથી ઉપયોગ થતો હોવાનું માની વધુ સજા કરવામાં આવે છે.

ઓછી માત્રામાં જથ્થો પકડાયો હોય તો 10 વર્ષ સુધીની સજા અને 1 લાખ સુધીનો દંડ વસૂલવામાં આવે છે. આ ઉપરાંત કમર્શિયલી એટલે કે વધુ માત્રામાં ડ્રગ્સનો જથ્થો પકડાયો હોય તો 20 વર્ષ સુધી સજા અને 2 લાખનો દંડ ફટકારવામાં આવી શકે છે. આર્યન પાસે મળી આવેલું ડ્રગ્સની માત્રા ઓછી છે. તેના કેસમાં પણ 6 મહિનાથી લઈ 1 વર્ષ સુધી સજા થઈ શકે છે.

NCB એટલે કોણ?

આ કાયદાનું પાલન કરાવવાનું કામ કરે છે NCB. એનસીબી એટલે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો જેની સ્થાપના 1986 માં થઈ હતી જે દેશમાં નશાકારક પદાર્થોના સેવન અને ઉત્પાદન કે વેચાણ વગેરે પ્રવૃત્તિઓ અટકવવાનું કામ કરે છે. જેના અત્યારના વડા છે સમીર વાનખેડે. જેમને આર્યન ખાનની ધરપકડ કરી હતી.

Most Popular

To Top