Entertainment

ઇન્ડિયા’ઝ ગોટ લેટેન્ટ કેસ: રણવીર અલ્હાબાદિયા ઘરેથી લાપતા થયો, ફોન પણ બંધ

રણવીર અલ્હાબાદિયા વિશે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રણવીર પોલીસના સંપર્કમાં નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેનો ફોન પણ બંધ છે અને તે ઘરેથી ગુમ થઈ ગયો છે. ગુરુવારે સાંજે મુંબઈ પોલીસ રણવીરના ઘરે ગઈ ત્યારે ઘરે તાળું મારેલું હતું.

મળતી માહિતી મુજબ રણવીર કે તેના વકીલ મુંબઈ પોલીસના સંપર્કમાં નથી. મુંબઈ પોલીસે રણવીરને સમન્સ જારી કર્યું છે અને તે પોલીસ સ્ટેશનમાં આવીને તેનું નિવેદન નોંધે તેની રાહ જોઈ રહી છે પરંતુ હવે રણવીરે પોતાનો ફોન બંધ કરી દીધો છે અને ગુમ થઈ ગયો છે. તમને જણાવી દઈએ કે રણવીરને બે વાર સમન્સ મોકલવામાં આવ્યા છે. જોકે ઇન્ડિયા’ઝ ગોટ લેટેંટ શોના વિડીયો એડિટર પ્રથમ સાગર ખાર પોલીસ સ્ટેશન પહોંચી ગયા છે અને તેમનું નિવેદન નોંધવામાં આવી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે તાજેતરમાં રણવીર યુટ્યુબર સમય રૈનાના શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’માં જજ તરીકે જોડાયો હતો. આ એક ડાર્ક કોમેડી શો છે. જેમાં રણવીર માતા-પિતા પર કરેલી ટિપ્પણીઓને કારણે ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. આ સંદર્ભમાં રણવીર અને સમય વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે.

હાલમાં આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. જ્યાં શુક્રવારે કોર્ટે તાત્કાલિક કેસની સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે કિરણવીરની અરજી પર થોડા દિવસોમાં સુનાવણી કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે રણવીર એક પ્રખ્યાત યુટ્યુબર છે. તે દર મહિને લાખો કમાય છે. રણવીર પાસે પોડકાસ્ટ ચેનલ પણ છે. તેની ચેનલ પર અત્યાર સુધીમાં ઘણા મોટા સેલેબ્સ આવ્યા છે પરંતુ હવે સેલેબ્સ પણ આ મુદ્દા પર રણવીરથી દૂરી બનાવતા જોવા મળી રહ્યા છે.

Most Popular

To Top