મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રના (Maharastra) રાજકારણમાં રવિવારે ઉથલપાથલ મચી હતી. શરદ પવારની પાર્ટી એનસીપીમાં (NCP) ભંગાણ પડવાથી તે બે ભાગમાં વહેંચાઈ ગઈ હતી. અજિત પવાર (Ajit Pawar) શિંદે જૂથમાં જોડાય ગયા હતા અને ડેપ્યુટી સીએમના (Dept. CM) પદે શપથ લીધા હતા. ત્યારે આજે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને NCP સુપ્રીમોના ભત્રીજા અજિત પવાર તેમના નવા બંગલામાં (Bunglow) તેમના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. અજિત પવારે તેમના સત્તાવાર બંગલાને પાર્ટીની ઓફિસ (office) બનાવી દીધી છે. આ ઉપરાંત અજિત પવાર NCP પર પોતાનો દાવો કરવાની તૈયારી કરી રહ્યા છે.
એનસીપીનું નવું કાર્યાલય દરેક સુવિધાથી સજ્જ છે
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવાર આજે NCPના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. પવારની નવી પાર્ટી ઓફિસ 4000 ચોરસ ફૂટમાં ફેલાયેલી છે અને તમામ સુવિધાઓથી સજ્જ છે. તેમણે મંત્રાલયની સામે બંગલા નંબર A/5માં પાર્ટીની નવી ઓફિસ બનાવી છે. તેમની ઓફિસ બાળાસાહેબ ભવન એટલે કે સીએમ શિંદેની શિવસેના ઓફિસની બાજુમાં આવેલી છે. અજિતે NCPની નવી ટીમ બનાવી છે. તેમણે સાંસદ સુનીલ તટકરેને મહારાષ્ટ્ર પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા છે જ્યારે અનિલ પાટીલને વ્હીપની જવાબદારી સોંપી છે.
શરદ પવારે NCP નેતાઓની બેઠક બોલાવી
એનસીપી સુપ્રીમો શરદ પવાર સતારાથી મુંબઈ આવી પહોંચ્યાં છે. શરદ પવારે બુધવારે NCPના તમામ નેતાઓની એક મોટી બેઠક બોલાવી છે જેમાં નેતાઓને એફિડેવિટ સાથે લાવવા માટે કહેવામાં આવ્યું છે. આનાથી સ્પષ્ટ છે કે શરદ પવાર પાર્ટીમાં ભાગલા પડ્યા પછી પણ આટલી આસાનીથી હાર માનવાના નથી. મહારાષ્ટ્રના રાજકારણના ચાણક્ય કહેવાતા કાકાને હરાવવા અજિત પવાર માટે સહેલું નથી. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે અજિત પવાર તેમના કાકાને રાજકીય રીતે હરાવવામાં સફળ થાય છે કે ફરી એકવાર શરદ પવાર બળવાખોરો પર ભારે સાબિત થાય છે.