Comments

NCPના વારસદાર: પવારની પોલિટીકલ પ્રાસંગિકતા

શું શરદ પવારે નેશનલ કોંગ્રેસ પાર્ટી (NCP) માં ઉત્તરાધિકારીની ખોજનો અધ્યાય બંધ કરી દીધો? આ સવાલની ચર્ચા થોડો સમય પૂરતી અટકી શકે છે. હાલનો રાજનીતિક માહોલ જોતાં વિરોધીઓ અને ‘આપત્તિને અવસરમાં’ બદલવા,  પોતાનો રાજકીય ગ્રાફ વધારવા માંગતા નેતાઓ પાસે હજી ઘણી તકો બાકી છે. આ લેખકે અગાઉ પણ લખ્યું હતું કે ભારતના રાજકારણમાં આગળ વધવાનો રિવાજ અને મુખ્ય નિયમ એ છે કે નેતાની થાપણ તેના વારસદારને જ મળવી જોઈએ.

પવાર જ્યારે તેમની દીકરી અને પરિવારની વારસાગત સીટ એવી મહારાષ્ટ્ર બારામતીના લોકસભા સાંસદ સુપ્રિયા સુલેને બેમાંથી એક કાર્યકારી અધ્યક્ષ તરીકે જાહેર કરી પવાર આ વાત પર અડગ રહ્યા. એટલું જ નહીં તેને પાર્ટીના કર્મસ્થળ અને હોમ ગ્રાઉન્ડ એવાં મહારાષ્ટ્રના પ્રભારી પણ બનાવ્યા. આ જાહેરાત એ દિવસે કરવામાં આવી જ્યારે પાર્ટી તેના સ્થાપના દિવસની રજત જ્યંતીની ઉજવણી કરી રહી હતી. દાવેદારીના મુદ્દા પર આ દિવસે જાહેરાત કરવી એનું આગવું મહત્ત્વ અને પાર્ટીને પહોંચાડેલો સંદેશ છે.

મંચના માધ્યમથી તેમણે પાર્ટી કેડરને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તેમની દીકરી જ તેમની ઉત્તરાધિકારી બનશે અને તેના વારસાને આગળ ધપાવશે. સુપ્રિયાને મહારાષ્ટ્ર સિવાય હરિયાણા અને પંજાબ જેવાં રાજ્યોમાં પણ જવાબદારીઓ સોંપવામાં આવી છે, જે દેખીતી રીતે, સર્વશક્તિમાન પાર્ટી પ્રેસિડન્ટ તરીકે પવાર દ્વારા બારીકાઈથી મેનેજ કરવામાં આવશે.

શું પવારનો સ્વઘોષિત વારસદાર અને ભત્રીજા અજિત પવાર પણ આનાથી અજાણ હતો? હવે તેના કાકા દ્વારા એક વાર નહિ, પણ બે વાર સત્તાવિહીન થઈને ક્યાં ઊભો છે? આ સાથે ભત્રીજાનો ઉપયોગ કરી એનસીપીમાં ભાગલા પાડવાના ભાજપના ખેલને પણ શરદ પવારે ચેકમેટ કર્યા છે.

જ્યાં સુધી અજિત જાતે જ એ દિવસ શું થયું તે વિશે બોલવા નહીં માંગે ત્યાં સુધી કોઈને ક્યારેય ખબર નહીં પડે. એક વાત સ્પષ્ટ છે કે ઉંમર અને બિમારીને પાછળ મૂકી એનસીપીના સ્થાપક સિનિયર પવારે કોઈને શંકામાં નથી રાખ્યા એ હજુ પણ અજાતશત્રુ છે. એંશી વટાવી ચૂકેલા આ નેતાના ભૂતકાળમાં રાજકીય દાવપેચ જ્યારે પી વી નરસિંહરાવ સામે વડા પ્રધાનની રેસમાંથી હારી ગયા ત્યારે ઊંધા પડ્યા હતા. જેના કારણે એનસીપીનો ઉદ્દભવ થયો.

દેખીતી રીતે તો પવારે તેના વારસા માટે સંભવિત બીજા દાવેદાર અને નજીકના સાથી પ્રફુલ પટેલને પણ  બીજા કાર્યકારી અધ્યક્ષ તરીકે પદ આપી કિનારે કર્યા છે. સારા કામના ફળ રૂપે મહારાષ્ટ્રથી દૂર રાખીને પટેલની પાંખો પણ ચૂપચાપ કાતરી નાખવામાં આવી, પટેલને તેના હોમ સ્ટેટ પણ NCPને કોઈ સંબંધ નથી એવા ગુજરાત, તેમજ મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગોવા અને ઝારખંડના પ્રભારી બનાવવામાં આવ્યા છે. આ રાજ્યો રાજકીય રીતે મહત્ત્વપૂર્ણ હોવા છતાં, NCP સાથે કંઈ જ લેવાદેવા નથી.

લૉન ટેનિસની ભાષામાં વાત કરીએ તો, પવારે તેના ભત્રીજાને કોર્નર કરવા બે મહિનામાં બે જોરદાર એસિસ સર્વ કર્યા. પહેલો 2 મે 2023માં જ્યારે એનસીપીના અધ્યક્ષ તરીકે રાજીનામું આપ્યું અને હવે તેમની દીકરી સાથે વિશ્વાસુ સાથીદાર પ્રફુલ્લ પટેલને કાર્યકારી અધ્યક્ષ જાહેર કરવા. લોકો એવું કહી શકે કે વહેલી પરોઢે અજિત પવારની સત્તા બદલવાની બાજી ઊંધી પડયા બાદ અજિત ફરી તે રસ્તે જઈ રહ્યા હતા, જેમાં શરદનું ‘મૌન’ સમર્થન આપી રહ્યું હતું. જો કે શરદની આ ચાલ પછી આગળની બધી વાતો ગપ્પામાં ગણાવી દીધી. કોઈએ પણ શરદ પવારની ચાલબાજીનું અંતિમ અર્થઘટન પોતાના જોખમે કરવું.

પવારે તેના ભત્રીજાના કહેવાથી (સુપ્રિયાને કાર્યકારી પ્રમુખ બનાવવાની) હિલચાલ શરૂ કરી હોવા છતાં, સીનિયર પવાર સ્પષ્ટપણે તેમના ભત્રીજાને છોડી તેમની દીકરીને પ્રાધાન્ય આપ્યું છે, જે ભારતીય રાજકારણના વણલખ્યા સર્વમાન્ય નિયમને ઉચિત સાબિત કર્યો છે. કોણ જાણે છે કે આવનારી વિધાનસભા ચૂંટણીમાં મહત્ત્વાકાંક્ષા પૂરી કરવા અજિત પવાર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનશે. મહારાષ્ટ્ર વિકાસ અઘાડી ગઠબંધન ભાગીદારો કોંગ્રેસ અને શિવસેના (ઉદ્ધવ ઠાકરે) કરતાં જો NCP પાસે વધુ ધારાસભ્યો હોય તો… એનસીપીના એક જૂથને ચોક્કસ એવું લાગે છે શરદ પવાર અને ભત્રીજા વચ્ચેની સમજૂતી મુજબ કાકાના શબ્દોમાં ‘‘જમીન પર વધુ મહેનત કરો, એનસીપી માટે વધારે સીટ જીતો અને મુખ્યમંત્રી બનો.’’ અલબત્ત, આ બધામાં દીકરી મહારાષ્ટ્ર પ્રભારી તરીકે છે જ.

જો કે શરદ પવારના જૂથે આ સમજૂતીની ખરાઈ કરી નથી. જ્યારે પવાર દળમાં બધું ઠીક નથી એ વાતો વહેતી થઈ રહી છે, તેને રોકવા માટે બગાસું ખાતાં જાણી જોઈ પતાસું ખવડાવવામાં આવ્યું છે. એનસીપીમાં મહિનાઓથી વિકાસના નામે ચાલી રહેલી તપાસે પાર્ટી અંદરની ઉથલપાથલ તરફ ઈશારો કર્યો હતો. દેખીતી રીતે કાકાની જેમ અજિત પણ રાજરમતના અઠંગ ખિલાડી છે. વારસદાર નક્કી કરવા માટે આવનારી ઘટનાઓના ઓથાર સ્પષ્ટપણે દેખાઈ રહ્યા હતા. અજિત પવાર ત્યારથી રઘવાયા થઇ ગયા.

શરદ પવારે ખૂબ જ ચાલાકીપૂર્વક પોતાની તરફ ધ્યાન ખેંચવા રાજીનામું જાહેર કર્યું ને પાછળથી તેને ‘પાર્ટી કાર્યકર્તાઓની ઇચ્છા મુજબ’ પાછું લઇ લીધું! આ રીતે તેમણે આખા પક્ષને તેમની સાથે જોડી NCPના એકમાત્ર વહીવટદાર તરીકે ઉભરી આવ્યા અને ભત્રીજાને અલગ કરી દીકરીને કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કરી છે.

દેખીતી રીતે શરદ જાણે છે કે તેની તાકાત વિપક્ષી પાર્ટી અને ભાજપ સામે એનસીપી અને મહારાષ્ટ્ર પર તેની પકડ જાળવી રાખવામાં છે. પાર્ટીમાં સ્થાન નબળું પડવું કે સત્તામાં ઓટ આવવાથી ચોક્કસપણે વિપક્ષી એકતાની રમતના મેઈન ખેલાડી તરીકે તેમના પદ પર અસર કરશે. અત્યારે દેશની રાજનીતિમાં પવાર સૌથી વરિષ્ઠ નેતામાંથી એક છે. જેની પાસે પક્ષથી અલગ એવા સંબંધો અને મિત્રો છે, જે આગામી લોકસભા ચૂંટણીઓમાં નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળના ભાજપનો સામનો કરવા માટે નોન-NDA રાજકીય પક્ષોને એકસાથે લાવવા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.

પહેલાંથી જ વિપક્ષી નેતાઓ ગઠબંધનમાં જોડવા અને લોકસભાની ચૂંટણી માટે તૈયાર કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવવા માટે શરદ તરફ નજર નાંખી રહ્યા છે. પહેલેથી જ એવી ચર્ચા છે કે શરદને કાં તો નવા ગઠબંધનના કન્વીનર બનાવવામાં આવી શકે છે અથવા તે સંભવિત ગઠબંધનના ભાગીદારો માટે કોમન મિનિમમ પ્રોગ્રામ (CMP) બનાવે. કૉંગ્રેસથી વિપરીત પોતાની પાર્ટીમાં આવા સમયે વારસદાર માટે તેમની સ્પષ્ટતા કરવી અગત્યની હતી. એનસીપીની હાજરી મોટા ભાગે મહારાષ્ટ્ર સુધી સીમિત છે. રાષ્ટ્રીય રાજકીય પરિપ્રેક્ષ્યમાં ઉત્તરાધિકારીના મુદ્દા પર પોતાની જ પાર્ટીની અવ્યવસ્થા તેમના માટે ખરાબ સ્થિતિ ઊભી કરી હોત. એ બીજી વાત છે કે રાજકીય કારકિર્દીમાં ઢળતા સમયે પોતાને સાબિત કરવા માટે કંઈ બાકી નથી પણ એ જ સમયે પ્રાસંગિક રહેવા માટે ઘણું સાબિત કરવું પડશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top