Charchapatra

એનસીપી ઘર કો આગ લગી ઘર કે ચિરાગસે

મહારાષ્ટ્રના રાજકારણમાં અચાનક ભૂકંપ સર્જાયો અને એનસીપી નેતા અને શરદ પવારના ભત્રીજા અજીત પવારે બળવો કરીને સાથી ધારાસભ્યો સાથે શિંદે સરકારમાં જોડાયા અને અજીત પવારે ડે.સી.એમ. તરીકેના શપથ પણ લઇ લીધા અને બળવાખોર ધારાસભ્યોને મંત્રી પણ બનાવ્યા. આ ઘટનાક્રમ જોતાં એનસીપીના ઊભા ફાડચા થઇ ગયા છે. શરદ પવારે પ્રફુલ્લ પટેલ અને પુત્રી સુપ્રિયા શુળેને કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા ત્યારથી અજીત પવાર જૂથ શરદ પવારથી નારાજ હતું અને અંદર ખાતે કંઇક રંધાતું હતું એવું લાગતું હતું. છેવટે અજીત પવારે બળવો કર્યો. પોતાને 40 ધારાસભ્યો તથા એનસીપીના ત્રણ સાંસદનો ટેકો હોવાના દાવો કરે છે.

બળવાખોર 7ને મંત્રી બનાવ્યા જે રીતે એકનાથ શિંદેએ બળવો કરીને મુખ્યમંત્રી તરીકે ઉદ્ધવ ઠાકરેને ઉથલાવ્યા હતા તે જ રીતે અજિત પવારે બળવો કર્યો છે. એનસીપી માટે પણ આ બળવો નવો નથી. ભૂતકાળમાં છગન ભૂજબળે બળવો કર્યો હતો. પવારની એનસીપી કટોકટીમાં આવી ગઇ છે. પૂરતા ધારાસભ્યો નથી. તે જોતાં એવું લાગે છે કે ઘરકો આગ લગી ઘરકે ચિરાગ સે. શિંદે સરકારમાં જોડાયેલા અજીત પવાર, છગન ભુજબળ તથા પ્રફુલ્લ પટેલ. વિગેરે સામે ભ્રષ્ટાચારની તલવાર લટકતી હતી. સીબીઆઇ, ઇડીના સકંજામાંથી છૂટવા બળવો કરીને ભાજપમાંથી જોડાયા છે. આ ડર્ટી ગેઇમ પાછળ મોદી અમિત શાહની ગર્ભિત ચાલ હોય તેવું જણાય છે. શું મહારાષ્ટ્રવાળી બિહારમાં પણ થશે?
તરસાડા   – પ્રવીણસિંહ મહીડા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

યંત્ર માટે માણસ કે માણસ માટે યંત્ર?
પ્રવર્તમાન સમયમાં આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રમાં માનવશ્રમનું સ્થાન ‘AI’લઈ રહ્યું છે. ભારત જેવા દેશો માટે તે કેટલા અંશે યોગ્ય છે? એ પ્રશ્ન આજે ચર્ચાનો વિષિય બન્યો છે. ‘AI’ક્ષેત્રમાં જે હાલ સંશોધનનો પ્રવાહ શરૂ થયો છે તે સામાન્ય નાગરિકો તથા સમગ્ર દેશ માટે આશીર્વાદ છે કે ભયસ્થાન એ પર ચિંતન ખૂબ અનિવાર્ય છે. વિકાસશીલ અર્થવ્યવસ્થાનું મુખ્ય દુષણ જ્યાં ‘બેરોજગારી’અને ‘ગરીબી’હોય તેવી સ્થિતિમાં ‘માનવશ્રમ’નું સ્થાન ગૌણ બને શું આ યોગ્ય છે? આર્થિક વિકાસ માટે ટેક્નોલોજી અનિવાર્ય હોય પણ એ વિચારવું ઘટે કે ‘આર્થિક વિકાસ તો સાધન છે સાધ્ય તો માનવ વિકાસ છે’અત્રે ગાંધીજીની ઉક્તિ યાદ કરવી ઘટે ‘યંત્ર માનવ માટે છે માનવ યંત્ર માટે નહીં.’
કાકડવા   – યોગેશ પટેલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top