Business

શાહરૂખની હીરોઈન બની નયનતારા સૌના નયનનો તારો બનવા માંગે છે

સાઉથના એક પછી બીજા હીરો હિન્દી ફિલ્મ તરફ ધસમસી રહ્યા છે તો ત્યાંની હીરોઈનો પણ બરાબર એ જ રસ્તે છે. નયનતારા તેમાંની એક છે. શાહરૂખખાન સાથે તે એટલી દિગ્દર્શિત ફિલ્મમાં હીરોઈન છે. એ જ રીતે સલમાનખાન સાથે ‘ગોડ ફાધર’માં આવી રહી છે. તમિલ, તેલુગુ, મલયાલમ ફિલ્મોમાં નયનતારાનો દબદબો રહ્યો છે. તેની ‘ચંદ્રમુખી’, ‘ગજિની’, ‘શ્રી રામરાજ્યમ’ જેવી ફિલ્મો ખૂબ સફળ રહી છે. શાહરૂખ અત્યારે ‘પઠાણ’ ફિલ્મ પૂરી કરવામાં રોકાયેલો છે અને પછી નયનતારા સાથેની ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. નયનતારા જો કે સાઉથમાં અત્યારે એટલી જ બિઝી છે. રજનીકાંત સાથેની ‘અન્નાથે’ ઉપરાંત વિજય સેથુપતી અને સામંથા સાથેની ‘વાકુલા રેન્ડી +ઘાલ’ ફિલ્મો પછી તે પણ શાહરૂખ, સલમાન સાથેની ફિલ્મો માટે સમય આપી શકશે.

અત્યારે ‘ગોલ્ડ’, ઉપરાંત જીએસ વેંકટેશ ઉપરાંત યુવરાજ ઘાયલનની ફિલ્મોમાં પણ તે બિઝી છે. નયનતારાનું મૂળ નામ ડાયેના મરિયમ કુરિઅન છે. વર્ષે દહાડે 15.17 કરોડની તે કમાણી કરે છે અ્ને સાઉથની ફિલ્મોની લેડી સુપરસ્ટાર તરીકે જાણીતી છે. હિન્દીમાં તેની ઘણી ફિલ્મો ડબ્ડ થઈને આવી ચૂકી છે. ‘આધવન’ નામની તેની ફિલ્મ ‘દિલદાર-ધ ચાર્ય’ તરીકે રજૂ થયેલી જે મૂળ તમિલ ફિલ્મ હતી. એ જ રીતે તેની તેલુગુ ફિલ્મ ‘અધૂર્સ’ હિન્દીમાં રજૂ થઈ ત્યારે ‘જૂડવા નંબર વન’ તરીકે આવી હતી અને તેમાં જૂનિયર એનટીઆર ડબલ રોલમાં હતો. ‘ચંદ્રમુખી ફિલ્મ એ જ નામે રજૂ થયેલી જેમાં નયનતારાનો હીરો રજનીકાંત હતો. ‘યોગી’ નામની તેલુગુ ફિલ્મ હિન્દીમાં ‘મા કસમ બદલા લુંગા’ તરીકે આવેલી જેમાં તેનો હીરો પ્રભાસ હતો. ‘દુબઈ સીનું ફિલ્મ ‘લોફર’ તરીકે અને ‘સિવાકાશી’ ફિલ્મ ‘વિરાસત કી જંગ’ તરીકે પ્રેક્ષકોએ જોઈ છે.

Most Popular

To Top