National

છત્તીસગઢમાં બસ પર નક્સલવાદીઓનો હુમલો: પાંચ પોલીસકર્મીઓ શહીદ

છત્તીસગઢમાં નક્સલીઓએ એક બસ પર હુમલો કરતાં પાંચ પોલીસકર્મીઓ શહીદ થયા છે જ્યારે 13ને ઇજા થઇ છે. આ હુમલો ત્યારે થયો જ્યારે બસ નારાયણપુર તરફ જઇ રહી હતી. ધાડાઇ પોલીસ સ્ટેશન હદ હેઠળ આવેલા કન્હરગાંવ અને કડેનર ગામ વચ્ચે લેન્ડમાઇન વિસ્ફોટ થયો હતો.

પોલીસ ડિસ્ટ્રિક્ટર જનરલ (બસ્તર રેન્જ) સુંદરરાજ પીએ જણાવ્યું હતું કે, પોલીસના ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (ડીઆરજી) ના કર્મચારીઓ અથડામણ બાદ રાજધાની રાયપુરથી 300 કિલોમીટર દૂર નારાયણપુર શહેરમાં બસમાં પાછા આવી રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે વિસ્ફોટમાં ડ્રાઈવર સહિત પાંચ ડીઆરજી જવાન શહીદ થયા છે. એક ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહો અને ઘાયલ કર્મચારીઓને જંગલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

ઈજાગ્રસ્ત જવાનોને ઈન્ડિયન એરફોર્સના ચોપરમાં સારવાર માટે રાયપુર લઈ જવાયા છે, એમ આઈજીએ ઉમેર્યું હતું. આ ઘટનાની પુષ્ટિ કરતી વખતે રાજ્યના પોલીસ મહાનિર્દેશક ડી એમ અવસ્થીએ કહ્યું હતું કે, બસ પર સવાર 20થી વધુ સુરક્ષા કર્મીઓ સવાર હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, બસ અન્ડરજર્સ્ટ બરસૂર-પલ્લી રોડ ઉપરથી પસાર થઈ રહી હતી જે અજુજમાદના ગાઢ જંગલથી ઘેરાયેલ છે ત્યાં નક્સલવાદીઓએ એક પુલ નજીક વિસ્ફોટ કર્યો હતો.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top