નવસારી : નવસારી (Navsari) નજીક આવેલા વેસ્મા ગામ(Vesma village) પાસે નેશનલ હાઇવે (National Highway) પર એક ટેમ્પો ટ્રાવેલરમાં (Tempo Traveler) આગ લાગતાં વાહન વ્યવહાર ખોરવાયો હતો. સદનસીબે જાનહાની ટળી હતી.જોકે હાઇવે જામ થઇ જતા ટ્રાફિકમાં (Traffic) લોકોએ કલાકો સુધી ફસાવાની નોબત આવી હતી. બીજી તરફ ટ્રાફિક જામને પગલે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે તંત્રએ ત્વરિત ગતિથી આગ ઓલવાય તેવી કામગીરી શરુ કરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
અમદાવાદથી મુંબઈ તરફ જતા નેશનલ હાઇવે નંબર 48 પર વેસ્મા ગામ નજીક ટેમ્પો ટ્રાવેલરમાં લાગી આગ લાગી હતી. આગ લાગવાના કારણે અમદાવાદથી મુંબઈ તરફ જતા નેશનલ હાઈવે બંધ કરાવવામાં આવ્યો હતો.ઘટનાની જાણ નવસારી ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.
આસપાસના રહીશો ઘટના જોવાં માટે હાઇવે પર ઉમટી પડ્યા
સદનસીબે ટેમ્પો ટ્રાવેલરમાં મુસાફરી કરતા ડ્રાઇવર તેમજ અન્ય એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. ઘટનાની જાણ વાયુ વેગ ફેલાતા આસપાસના રહીશો ઘટના જોવાં માટે હાઇવે પર ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતા વેસ્મા આઉટપોસ્ટના પોલીસ કર્મીઓ ઘટના સ્થળે પહોંચીને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે બંદોબસ્ત રાખ્યો હતો. નવસારી ફાયર ફાઇટરોએ આગ કાબુમાં લેતાં વાહન વ્યવહાર રાબેતા મુજબ ચાલુ કરાયો હતો.
ડાંગ જિલ્લામાં ઝરમર વરસાદ : ભેડખો ધસી પડતાં બાઈક ચાલકને ઈજા
સાપુતારા : ડાંગ જિલ્લાના અનેક માર્ગો પર ભેખડો ધસી પડવાના બનાવો બની રહ્યા છે. ગિરિમથક સાપુતારા, આહવા, વઘઇ સહિત સુબિર પંથકનાં ગામડાઓમાં સોમવારે ક્યાંક મધ્યમ તો ક્યાંક ધીમી ધારનો વરસાદ પડ્યો હતો. ત્યાં પીંપરીથી કાલીબેલ થઈ ભેંસકાતરી વ્યારાને જોડતા રાજ્ય ધોરીમાર્ગમાં મોટી ભેખડો, માટી, વૃક્ષો ધસી પડતા આ માર્ગ અવરોધાયો હતો,
ઘટના બની હતી તે જ સમયે અહીંથી પસાર થતા લોકોએ તેને રેસ્ક્યુ કરવાની કવાયત શરુ કરી હતી.જોકે સાપુતારા ગિરિમથક ઉપર આ વરસાદી માહોલમાં ભેંકડો ધસી પાડવાની ઘટનાઓ છાસવારે બનતી રહેતી હૉય છે.તેવામાં અકસ્માતો પણ સર્જાયા હોવાના સમાચારો પણ સામે આવતા રહે છે.આ સમયે માર્ગ પરથી પસાર થતો મોટરસાયકલ ચાલક ઘવાયો હતો તેમજ સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં શામગહાન નજીક ટાટા ટેમ્પો માર્ગની સાઈડમાં ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો.