નવસારી: (Navsari) નવસારી જિલ્લો કોરોનાના ભરડામાં છે. આજે કોરોનાના નવા 20 કેસ નોંધાયા હતા. જ્યારે વલસાડ જિલ્લામાં રવિવારે 16 કેસ નોંધાયા હતા. નવસારીમાં શહેરીજનોની બેદરકારી સામે આવી રહી છે. જેના પગલે કોરોના લોકોને ચપેટમાં લઈ રહ્યો છે. ચૂંટણી દરમિયાન જિલ્લામાં કોરોનાના 2 થી 5 કેસો નોંધાઈ રહ્યા હતા. જ્યારે હવે છેલ્લા થોડા દિવસોથી રોજ 10થી વધુ કેસો (Case) કોરોનાના નોંધાઈ રહ્યા છે. રવિવારે કોરોનાના નવા 20 કેસ નોંધાયા હતા. જેમાં વાંસદા તાલુકામાં 8, નવસારીમાં 4, ચીખલી તાલુકામાં 3, જલાલપોર અને વિજલપોરમાં 2-2 તેમજ ગણદેવી તાલુકામાં 1 કેસો કોરોનાના નોંધાયા છે.
આ 20 કેસોમાં વિજલપોર ગોપાલનગરમાં રહેતા યુવાન, વિજલપોર જાગૃતિ નગરમાં રહેતો યુવાન, ગણદેવીના આંતલિયા ગામે શિવમ રેસિડેન્સીમાં રહેતી મહિલા, જલાલપોર એરૂ રોડ પર એગ્રીકલચર કોલેજ નજીક સહકાર ફ્લોર મિલમાં રહેતા આધેડ અને મહિલા આધેડ, ચીખલી તાલુકાના કુકેરી ગામે કોળીવાડ ફળિયામાં રહેતા આધેડ, યુવતી અને મહિલા આધેડ, નવસારી તાલુકાના ઓછી ગામે આહીર ફળિયામાં રહેતા મહિલા આધેડ, નવસારી ઘેલખડી માધવ પાર્કમાં રહેતા આધેડ, દીપમાળા એપાર્ટમેન્ટમાં રહેતા મહિલા, નવસારી જયશંકર પાર્ટી પ્લોટ સામે પલ જેટ એક્ષીલન્સમાં રહેતા મહિલા ડોક્ટર, વાંસદા તાલુકામાં ખંભાલીયા ગામે મસ્જિદ ફળિયામાં રહેતા યુવાન, ઉનાઈ ચરવીમાં રહેતા વૃદ્ધા અને ભાઈ-બહેન, ખંભાલીયા ગાયત્રી ફળિયામાં રહેતા બાળક, વાંસદા પાટા ફળિયા સાઈ રેસિડન્સીમાં રહેતા આધેડ, મહિલા અને યુવાનનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. રવિવારે નવસારી જિલ્લામાં 952 સેમ્પલ લેવામાં આવ્યા હતા. એ સાથે જ અત્યારે જિલ્લામાં કોરોનાના 110 એક્ટિવ કેસો છે. 1561 દર્દી સાજા થયા છે, જ્યારે 102 દર્દીઓના કોરોનાને કારણે મૃત્યુ થયા છે.
વલસાડ જિલ્લામાં 4 દિવસમાં 73 કેસ
સુરત: વલસાડ (Valsad) જિલ્લામાં રવિવારે કોરોનાના 16 કેસ નોંધાયા હતા. જેમાં 9 કેસ વલસાડ તાલુકામાં નોંધાયા છે. જોકે રાહતની બાબત એ રહી કે 6 દર્દીઓ સાજા થતા રજા અપાઈ હતી. જિલ્લામાં છેલ્લા 4 દિવસમાં 73 કેસ નોંધાયા છે. અત્યાર સુધી 1575 કેસ નોંધાય છે. રવિવારે નવા નોંધાયેલા કેસમાં વલસાડ તાલુકામાં નનકવાડા 53 વર્ષીય પુરુષ, ડિસપેન્સરી રોડની 60 વર્ષીય મહિલા, ડુંગરી રેલીયા ફળીયાનો 33 વર્ષીય યુવાન, હાલર રોડની 43 વર્ષીય મહિલા, હાલર રોડનો 77 વર્ષીય પુરુષ, વશી ફળીયા સંગીતા એપાર્ટની. 25 વર્ષીય મહિલા, પાલી હિલનો 33 વર્ષીય યુવાન, કચીગામ દેસાઈ ફળીયાની 38 વર્ષીય મહિલા, અબ્રામાનો 31 વર્ષીય યુવાન, પારડી તાલુકામાં પલસાણા મોટી કોલીવાડની 32 વર્ષીય મહિલા, પલસાણા મોટી કોલીવાડનો 41 વર્ષીય યુવાન, સોનવાડા ઉગમના ફળીયાનો 53 વર્ષીય પુરુષ, દેવજી ફળીયા સુખેશની 46 વર્ષીય મહિલા, વાપી તાલુકામાં ગીતાનગરની 21 વર્ષીય યુવતી, ચલા રામગંગા એપાર્ટમેન્ટનો 41 વર્ષીય યુવાન અને ઉમરગામ તાલુકાના સંજાણનો 38 વર્ષીય યુવાનનો સમાવેશ થાય છે.
દમણમાં 10 અને દા.ન.હ.માં 15 કેસ સામે આવ્યા
દમણ, સેલવાસ: સંઘપ્રદેશ દમણમાં રવિવારે એક સાથે 10 અને દાદરા નગર હવેલીમાં 15 કેસ નોંધાયા હતા. જેને લઈ સ્વાસ્થ્ય વિભાગની ચિંતામા વધારો જોવા મળ્યો છે. આજે વધુ 5 દર્દીઓ સ્વસ્થ થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં 1458 દર્દીઓ કોરોનાને માત આપી છે. જ્યારે અગાઉ એક વ્યક્તિનું કોરોનાને લઈ મોત નિપજ્યું હતું.
દાદરા નગર હવેલીમાં રવિવારે નવા 15 કેસ નોંધાતા હાલ 139 સક્રિય કેસ થયા છે, અત્યાર સુધીમાં 1714 કેસ રીકવર થઇ ચુક્યા છે અને એક વ્યક્તિનું અગાઉ મોત થયેલું છે. આજે 14 દર્દી રીકવર થતા રજા આપવામાં આવી હતી. પ્રદેશમાં 15 નવા કન્ટેન્મેન્ટ ઝોન નક્કી કરાયા છે.
ડાંગ જિલ્લામાં કોરોનાની બેવડી સદી : શિક્ષક, શિક્ષકની પુત્રી સહીત નવા 7 કેસ
સાપુતારા : ડાંગ જિલ્લામાં આજે કોરોનાના નવા 7 કેસ પોઝીટીવ આવતા જિલ્લામાં કુલ આંકડો 203 પર પહોચ્યો છે. ડાંગ જિલ્લામાં છેલ્લા બે સપ્તાહથી કોરોનાનાં કેસોમાં ઉછાળો નોંધાઈ રહ્યો છે. જેમાં આજે આહવા મેડીકલ કોલીનીનો 34 વર્ષીય યુવાન, દેવલપાડાની 28 વર્ષીય યુવતી, દેવલપાડાની 13 વર્ષીય કિશોરી, પી.ડબ્લ્યુ.ડી.કોલોનીનો 40 વર્ષીય યુવક, સાપુતારા જવાહર નવોદયનો 45 વર્ષીય શિક્ષક, સાપુતારા જવાહર નવોદયનાં 40 વર્ષીય શિક્ષકની પત્ની તેમજ જવાહર નવોદયનાં શિક્ષકની 15 વર્ષીય પુત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ડાંગ જિલ્લામાં અત્યાર સુધીમાં 178 દર્દીઓ સાજા થયા છે. જ્યારે 25 દર્દીઓ એક્ટિવ છે. ડાંગ જિલ્લામાં હાલમાં કોરોનાએ બેવડી સદી પુરી કરી દોટ મુકતા ચિંતાજનક સ્થિતિ ઉભી થવા પામી છે.
વાંસદા તાલુકામાં એક જ દિવસમાં કોરોનાના 8 કેસ આવતા ફફડાટ
વાંસદા : વાંસદા તાલુકામાં એક જ દિવસમાં આઠ કેસ કોરોના પોઝિટિવ આવતા લોકોમાં ગભરાટ જોવા મળી હતી. જેમાં (1) કૃતિક ભંડારી (રહે. ખંભાલીયા, મસ્જિદ ફળીયુ), (2) છાયા ગામીત (રહે. ઉનાઈ, ચરવી), (3) ક્રીસ્ય ગામીત (રહે. ઉનાઈ ચરાવી), (4) રિયાંક પટેલ (રહે. ખંભાલીયા, ગાયત્રી ફળીયુ), (5) આદિતી ગામિત (રહે. ઉનાઈ ચરાવી), (6) અશોક ટાંક (રહે. વાંસદા, પાટા ફળીયુ),(7) મનીષા ટાંક (રહે. વાંસદા, પાટા ફળીયુ), (8) ધાર્મિક ટાંક (રહે. વાંસદા, પાટા ફળીયુ)નો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો.