નવસારી: (Navsari) મુળ નવસારીના ચીખલી ખાતે રહેતા અને અમેરિકાના મિસિસિપીમાં વસતા ગુજરાતી પરિવારની દીકરી યૂએસ નેવીમાં સ્થાન પામી છે. નૈત્રી પટેલ નામની આ યુવતી મિસિસિપીમાં પોતાના નાના- નાનીના ઘરે ઉચ્ચ અભ્યાસ માટે રહેતી હતી. ચીખલીના વાંઝણા ગામની આ પુત્રીએ ત્યાં જ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ યુએસ નેવીમાં (US Navy) જોડાવવાનો નિર્ણય કર્યો હતો. શિકાગો ખાતેના નેવલ બેઝ ટ્રેનિંગ (Training) સેન્ટરમાં10 અઠવાડિયાની આકરી ટ્રેનિંગમાંથી પસાર થયા બાદ યુએસ નેવીમાં નિમણૂંક પામી છે.
ચીખલીની પાટીદાર સમાજની પુત્રી યુએસ નેવીમાં પસંદગી પામતાં સમગ્ર પંથકમાં ખુશીની લહેર ફેલાઈ જવા પામી છે. શિકાગો ખાતેના નેવલ બેઝ ટ્રેનિંગ સેન્ટરમાં10 અઠવાડિયાની આકરી ટ્રેનિંગમાંથી પસાર થયા બાદ યુએસ નેવીમાં નિમણૂંક પામતાં નૈત્રી પટેલના પરિવારજનો પણ ખૂબજ ખુશ છે.
જાણવા મળ્યા મુજબ યુએસ નેવીની ટ્રેનિંગ દુનિયાભરમાં સૌથી અઘરી માનવામાં આવે છે. પરંતુ મૈત્રીએ પોતાની મેહનત અને ઉત્સાહ સાથે 10 સપ્તાહની સખ્ત ટ્રેનિંગ પૂરી કરી અંતે યુએસ નેવીમાં સેઈલર પદે નિમણૂંક મેળવી છે. જેથી પરિવારની સાથે ત્યાં વસતા ગુજરાતીઓએ પણ અભિનંદન આપતા આનંદ વ્યકત કર્યો હતો.