નવસારી: (Navsari) નેશનલ હાઇવેની હોટલો (Hotel) પર ઉભેલી કારનો કાચ તોડી તેમાંથી રોકડા રૂપિયા અને કિંમતી સામાન ચોરી કરતી ગીગોલ ગેંગને નવસારી એલ.સી.બી. પોલીસે ઝડપી પાડી નવસારી, વલસાડ અને સુરતના (Navsari Valsad Surat) 7 ચોરીના (Theft) ગુનાઓનો ભેદ ઉકેલી કાઢયો છે. ઝડપાયેલા આરોપીઓ હાઇવે ઉપર આવેલા હોટલ-ધાબા પર પાર્ક કરેલી કારની રેકી કરતા હતા. અને ત્યારબાદ ગીલોલથી કાચ તોડી કારમાં અંદર મુકેલા સામાન અને રોકડા રૂપિયાની ચોરી કરી નાસી જતા હતા. પોલીસે થેલામાંથી મળેલા સામાન સહિત 2 લાખની કાર મળી કુલ્લે 3.82 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
નવસારી લોકલ ક્રાઇમ બ્રાંચ પોલીસે બાતમીના આધારે ટાંકલ રાનકુવા ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન ઇન્ડિગો કાર (નં. જીજે-16-એજે-4826)ને રોકી હતી. જેમાંથી પોલીસને પાછળની સીટ ઉપર થેલામાંથી 18 હજાર રૂપિયાના 4 મોબાઇલ, 30 હજાર રૂપિયાની સોનાની ચેઇન, 1.15 લાખના સોની કંપનીના કેમેરા, 15 હજાર રૂપિયાની 2 ફલેશ લાઇટ અને ચાર્જર, 1 ગીલોલ અને 2 છરા મળી આવ્યા હતા. જેથી પોલીસે ભરૂચ તાલુકાના ચાવજ રોડ રાહડપોર ગામે રહેતાં એહમદઅલી ઉર્ફે શાહરૂખ શૌકતઅલી પઠાણ, મુળ ભરૂચના ઝઘડિયા તાલુકાના અશાગામ નિશાળ ફળિયામાં અને હાલ ભરૂચ તાલુકાના શેરપુરા ગામે રહેતાં નવીનગરી સિદ્રૃીક શબ્બીરભાઇ દિવાન, ભરૂચના રાહડપોર ગામે અઝીમનગર સોસાયટીમાં રહેતા તનવીર અબ્બાસભાઇ વાધેલાની પુછપરછ કરી હતી.
જેમાં તેઓએ ચીખલી શાહીદ ચીકનની હોટલના પાર્કિગમાં પાર્ક કરેલી સિયાઝ કારમાંથી મોબાઇક અને પરચુરણ સામાન, ચીખલી દર્શન હોટલના પાર્કિગમાં પાર્ક કરેલી સ્વીફટ ડિઝાયર કારમાંથી મોબાઇલ અને પરચુરણ સામાન અને કોસંબા હાઇવેની બાજુમાં આવેલી ચોકલેટ ફેક્ટરી તેમજ દુકાન નજીક પાર્ક કરેલી કારમાંથી મોબાઇલ ફોન ચોરી કર્યા હોવાની કબુલાત કરતા પોલીસે તેઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે થેલામાંથી મળેલા સામાન સહિત 2 લાખની કાર મળી કુલ્લે 3.82 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આરોપીઓની એમ.ઓ.
ઝડપાયેલા આરોપીઓ હાઇવે ઉપર આવેલા હોટલ-ધાબા પર પાર્ક કરેલી કારની રેકી કરતા હતા. અને ત્યારબાદ ગીલોલથી કાચ તોડી કારમાં અંદર મુકેલા સામાન અને રોકડા રૂપિયાની ચોરી કરી નાસી જતા હતા.
આરોપીઓ વિરૂદ્ધ 7 ગુનાઓ નોંધાયા
નવસારી એલ.સી.બી. પોલીસે આરોપીઓની તપાસ કરતા તેઓ વિરૂદ્ધ ચીખલી પોલીસ મથકે, પારડી પોલીસ મથકે, ડુંગરી પોલીસ મથકે, વલસાડ પોલીસ મથકે ગુનાઓ નોંધાયા છે. જ્યારે ચીખલીની ૨ હોટલો અને કોસંબાની ફેક્ટરી પાસેથી કારમાંથી ચોરી કરી હોવાનું કબુલ્યુ છે.