નવસારી : નવસારીમાં (Navsari) આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે લઘુત્તમ તાપમાનમાં (Temperature) અઢી ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે મહત્તમ તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. વાદળછાયુ વાતાવરણ (Atmosphere) રહેતા બફારો અકળાવનારો રહ્યો હતો. નવસારીમાં છેલ્લા થોડા દિવસોથી લઘુત્તમ તાપમાનમાં સતત વધારો થઇ રહ્યો હતો. જેથી લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી વધુ નોંધાયું હતું. ગતરોજ લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી નોંધાયું હતું. અને મહત્તમ તાપમાન 32.5 ડિગ્રી નોંધાયું હતું. આજે શુક્રવારે વાદળછાયું વાતાવરણ રહેતા લઘુત્તમ તાપમાનમાં 2.5 ડિગ્રી ગગડતા 21.5 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે મહત્તમ તાપમાન 2 ડિગ્રી વધતા 34.5 ડિગ્રી નોંધાયું હતું. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 96 ટકા હતું. જે બપોરબાદ ઘટીને 48 ટકા જેટલું ઓછું રહ્યું હતું. જોકે દિવસ દરમિયાન દક્ષિણ-પશ્ચિમ દિશાએથી 3.3 કિ.મી. ની ઝડપે પવનો ફૂંકાયા હતા.
- નવસારીમાં છેલ્લા થોડા દિવસોથી લઘુત્તમ તાપમાનમાં સતત વધારો થઇ રહ્યો હતો
- આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે લઘુત્તમ તાપમાનમાં અઢી ડિગ્રીનો ઘટાડો નોંધાયો
- વાવાઝોડાની અસરથી સુરતના વાતાવરણમાં પલટો, દિવસે ગરમી વધી ગઈ
વાવાઝોડાની અસરથી સુરતના વાતાવરણમાં પલટો, દિવસે ગરમી વધી ગઈ
સુરત: અરબ સાગરના મધ્યમાં તોફાની વાવાઝોડું આકાર લેતા છેલ્લા ત્રણ દિવસથી સુરત સહિત દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ઘણા સ્થળે માવઠાની અસર જોવા મળી છે. ગઈકાલના પ્રમાણમાં આજે લઘુત્તમ તાપમાન ઘટીને 22.6 ડિગ્રી નોંધાયું હતું. તામિલનાડુમાં વાવાઝોડું નબળું પડીને અરબ સાગર તરફ ગયું હતું. જેને પગલે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, નર્મદા અને સુરત અને સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી કરાઈ છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દીધી છે.
માછીમારોને પરત ફરવા તાકીદ કરાઈ
માછીમારી કરવા ગયેલા માછીમારોને પરત ફરવા તાકીદ કરાઈ છે. દરિયામાં રહેલું વાવાઝોડું સક્રિય છે. હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યા મુજબ, આજે સવારે લઘુત્તમ તાપમાન 22.6 ડિગ્રી નોંધાયું છે. અને ઉત્તરદિશા તરફથી બે કિલોમીટરની ઝડપે પવન ફુંકાયો હતો. આજે મહત્તમ તાપમાનમાં ફરી બે ડિગ્રીનો વધારો નોંધાયો હતો. બપોરે હવામાં 64 ટકા ભેજની સાથે 4 કિલોમીટરની ઝડપે ઉત્તરનો પવન ફુંકાયો હતો.