નવસારીના (Navsari) ફુવારા વિસ્તાર પાસે રહેતી એક બે સંતાનની માતાને એક રિસોર્ટમાં (Resort) આઇસક્રીમ (Ice cream) ખવડાવી બેભાન કરી બળાત્કાર કરાયાની આશંકાથી ફરિયાદ નવસારી જિલ્લા પોલીસ વડાને કરાઈ છે. નવસારીના ફુવારા વિસ્તારમાં ગરીબ પરિવારની એક મહિલા પતિ અને બે સંતાન સાથે રહે છે. શાંતા દેવી રોડ ખાતે ચાલતી એક આયુર્વેદિક ક્લિનિકના પરિચીતે મહિલાને નોકરી જોઇતી હોય તો રિસોર્ટમાં નોકરી અપાવવાની વાત કહી હતી. આર્થિક સ્થિતિ નબળી હોવાથી પરિચીતે આપેલા એડ્રેસ મુજબ એક રિસોર્ટની માલિકને મળી 3 જૂન-2021ના દિવસથી નોકરી શરૂ કરી હતી.
એ બાદ 13મી જૂને તે સવારે નોકરીએ ગઇ હતી. એ વખતે રિસોર્ટ માલિકે તેને સાંજે લગ્નનો કાર્યક્રમ હોવાથી નાઇટ રોકાવું પડશે એમ કહ્યું હતું. પરંતુ મહિલાનાં બે સંતાન ઘરે હોવાથી તે સાંજે ઘરે જઇને તેમને લઇ રિસોર્ટ પાછી ફરી હતી. રાત્રે જમીને માતા અને બંને સંતાન કાઉન્ટર પર બેઠાં હતાં. એ સમયે એક મહિલાએ બાળકોને બળજબરીથી આઇસક્રીમ ખવડાવી હતી. બાદ બાળકીન માતાને પણ આઇસક્રીમ ખવડાવતાં દસ મિનીટમાં બેભાન થઇ ગઇ હતી. એ બાદ બે બાળકની માતાએ એક કરતાં વધુ વ્યક્તિએ બળાત્કાર (Rape) ગુજાર્યો હોવાની શંકા વ્યક્ત કરી હતી.
જે રાત્રે 9.30થી મધ્ય રાત્રિ બાદ 1.30 કલાક દરમિયાન બેભાન રહી હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું. એ બાદ નવસારીની એક હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. જ્યાં તેને બીજા દિવસે ભાન આવ્યું હતું. એ વખતે સમજાયું કે તેના પગની ઘૂંટીનું ફ્રેક્ચર થયું હતું. પગમાં પણ ફ્રેક્ચર હતું અને કમરના મણકાને પણ નુકસાન થયું હતું. ગરદનની નીચે મણકા સુધી ટાંકા મારેલા છે.
આ બનાવ બાદ શંકાસ્પદ પાંચ જણાને ઇજા બાબતે બે સંતાનની માતાએ પૂછતાં કોઇએ કશો જવાબ આપ્યો ન હતો. જો કે, સારવારનો ખર્ચ રિસોર્ટના માલિક આપી રહ્યાં છે. હજુ તબિયત સારી નથી, પણ હવે ખર્ચ તા.18-8-21થી આપવાનો બંધ કર્યો છે.
આ અંગે નવસારીની હોસ્પિટલે પણ પોલીસ ફરિયાદ નહીં કરવા ધમકી આપી હતી. મહિલાએ એવી પણ આશંકા વ્યક્ત કરી છે કે, આ પહેલાં પણ ઘણી છોકરીઓ સાથે આ પ્રકારની ઘટના ઘટી હોઇ શકે છે. પોલીસ ફરિયાદ નહીં કરવા માટે મહિલાને ગભરાવતા હતા. એ કારણથી ફરિયાદ એ સમયે કરી ન હતી. પરંતુ હવે બીજી આદિવાસી છોકરીઓ રિસોર્ટમાં ભોગ નહીં બને એ માટે નવસારી ડીએસપીને ફરિયાદ આપી છે.