નવસારી : વિજલપોરના યુવાને વોટ્સએપ (Whatsapp) પર લખાણ લખી ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત (Suiside) કરી લીધો હતો. પરંતુ યુવાનનું આપઘાત કરવા પાછળની કારણ (Reason) જાણી શકાયું નથી. ત્યારે પોલીસે (Police) આ બનાવ અંગે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. વિજલપોરના અલકાપુરી સોસાયટીના સત્યમ એપાર્ટમેન્ટમાં હિતેશ રબારી (ઉ. વ. 20) તેમના પરિવાર સાથે રહેતો હતો. હિતેશ રબારી બનાસકાંઠાથી નવસારી આવ્યો હતો અને હીરા ઘસવાનું શીખી રહ્યો હતો. પરંતુ હિતેશ છેલ્લા થોડા સમયથી માનસિક તણાવમાં રહેતો હતો. જેથી ગુરૂવારે હિતેશે કોઈ અગમ્ય કારણસર તેના ઘરે રસોડામાં દોરી બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પરિવારજનોએ હિતેશને ફાંસીએ લટકેલો જોઈ તેમના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. આ બનાવ અંગે વિજલપોર પોલીસ મથકે જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબ્જો લઈ પી.એમ. અર્થેની તજવીજ હાથ ધરી છે. જયારે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
હિતેશે આપઘાત કરવા પહેલા તેના મોબાઈલમાં વોટ્સએપ સ્ટેટસમાં લખાણ લખ્યું હતું. જેમાં મુકેશભાઈ મમ્મીને સાચવજે એને કોઈ તકલીફ ના દેતો, તારા આ ભાઈની કસમ છે, છેલ્લીવાર અને બીજા સ્ટેટ્સમાં કમલેશ મને બહુ ટેન્સન છે તને ખોટું લાગશે પણ નાનો ભાઈ સમજીને માફ કરજે, ભાઈ મજબુરી છે કમલેશ સોરી.. લખ્યું હતું. ત્યારે હિતેશે શા માટે આપઘાત કર્યો તે હજી જાણી શકાયું નથી.
પૂર્ણા નદીમાંથી શીકેરના આધેડની લાશ મળી
અનાવલ: મહુવાના કવિઠા ગામની સીમમાંથી પસાર થતી પૂર્ણા નદીમાંથી વાલોડના શીકેર ગામના પુરુષની લાશ મળી આવી હતી. આ ઘટના અંગે મહુવા પોલીસને જાણ થતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.વાલોડ તાલુકાના શિકેર ગામે ઓડિયા ફળિયામાં રહેતા 50 વર્ષીય જીણા મગન રાઠોડ તરભોણ ગામે સાસરીમાં ઘર રિપેર કરવા માટે જઈ રહ્યા હોવાનું કહી ઘરેથી નીકળ્યા હતા. એ દરમિયાન બુધવારે મહુવાના કવિઠા ગામેથી પસાર થતી પૂર્ણા નદીના ઊંડા પાણીમાં પડી ડૂબી જતાં તેમનું મોત નીપજ્યું હતું. જે અંગે મહુવા પોલીસને જાણ થતાં પોલીસે ઘટના સ્થળે આવી મૃતકનો કબજો લઈ પરિવારજનોની ફરિયાદ આધારે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.