નવસારી : નવસારી (Navsari) જિલ્લા પોલીસ (Police) વડાએ પોલીસ કર્મચારીઓની વહીવટી સરળતા માટે નવસારી પોલીસ હેડ ક્વાટરમાં ફરજ બજાવતા 27 પોલીસ કર્મીઓની જાહેર હિતમાં બદલીઓ કરવામાં આવી છે. જેમાં નવસારી ટાઉન પોલીસ મથકે 1 એ.એસ.આઈ., 2 હેડ કોન્સ્ટેબલ, 4 પોલીસ કોન્સ્ટેબલ, 2 લોકરક્ષકની બદલી કરવામાં આવી છે. મહિલા પોલીસ મથકે 1 મહિલા લોકરક્ષક. નવસારી ગ્રામ્ય પોલીસ મથકે 2 હેડ કોન્સ્ટેબલ, 1 પોલીસ કોન્સ્ટેબલ અને 2 લોકરક્ષક. વિજલપોર પોલીસ મથકે 2 પોલીસ કોન્સ્ટેબલ અને 1 લોકરક્ષક. ગણદેવી પોલીસ મથકે 1 હેડ કોન્સ્ટેબલ, 4 પોલીસ કોન્સ્ટેબલ અને 2 લોકરક્ષક. ચીખલી પોલીસ મથકે 1 હેડ કોન્સ્ટેબલ તેમજ ખેરગામ પોલીસ મથકે 1 હેડ કોન્સ્ટેબલની બદલી કરવામાં આવી છે.
‘ગુજરાત પોલીસ મહિલાઓની પડખે, નવરાત્રીમાં ગરબા રમો નિશ્ચિત થઈને’
વલસાડ : માતાજીની આરાધનાનો પર્વ નવરાત્રીનો પ્રારંભ થયો છે. કોરોના મહામારી બાદ આ વર્ષે નવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી થવા જઈ રહી છે, જેને લઈને ગરબા પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે નવરાત્રીના પર્વમાં મહિલાઓ સાથે છેડતીના વધુ બનાવો બનતા હોય છે, ત્યારે છેડતીની ઘટનાઓને રોકવા માટે ગુજરાત પોલીસ એક્શનમાં આવી ગઈ છે. ગુજરાત પોલીસ દ્વારા એક ટ્વીટ કરાયું છે. જેમાં લખ્યું છે કે, ‘ગુજરાત પોલીસ મહિલાઓની સુરક્ષા માટે કટિબદ્ધ છે’. નવરાત્રીના તહેવાર દરમ્યાન કોઈપણ પ્રકારની છેડતી વિરુદ્ધ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન પર કોલ કરીને તાત્કાલિક મદદ મેળવો. ૧૮૧ મોબાઈલ એપ તમારા મોબાઈલમાં ડાઉનલોડ પણ કરો.’
આ સાથે જ ગુજરાત પોલીસે એક તસવીર પણ શેર કરી છે. જેમાં લખ્યું છે કે, ગુજરાત પોલીસ હંમેશા છે મહિલાઓની પડખે, નવરાત્રીમાં ગરબા કરો નિશ્ચિત થઈને, કોઈપણ છેડતી વિરુદ્ધ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન પર કોલ કરીને ફરિયાદ કરો અને તાત્કાલિક મદદ મેળવો. મહિલાઓની સુરક્ષા વ્યવસ્થાને લઈને પોલીસે એક્શન પ્લાન ઘડી દીધો છે. નવરાત્રીના નવ દિવસ દરમિયાન રોમિયોને પકડવા માટે પોલીસ ટ્રેડિશન ડ્રેસમાં વોચ કરશે. જે જગ્યાએ ગરબાનું આયોજન થઈ રહ્યું છે ત્યાં મહિલાઓની સુરક્ષાને લઈને તમામ પોલીસ સ્ટેશનનની અલગ અલગ ‘સી ટીમ’ તૈનાત રહેશે. મહિલા પોલીસ પાર્ટી પ્લોટ પર ટ્રેડિશનલ ડ્રેસમાં લોકો વચ્ચે રહેશે અને રોમિયોગીરી કરનાર પર વોચ રાખશે. નવરાત્રીના તહેવારમાં ભીડ વચ્ચે કોઈ રોમિયો મહિલાઓની છેડતી કે ચેનચાળા કરતો જણાય તો તેને આ ટીમ તરત જ ધરપકડ કરી જેલ હવાલે કરે છે.