Dakshin Gujarat

નવસારીમાં સાત વર્ષના સંબંધને કંઈક આ રીતે અંજામ આપવામાં આવ્યો

નવસારી : નવસારી (Navsari) જિલ્લામાં નજીકના વિસ્તારની યુવતીએ 181 અભયમ મહિલા હેલ્પલાઇન (Women Helpline) પર કોલ (Call) કરીને જણાવ્યું હતું કે તે એક યુવક સાથે સાત વર્ષથી રિલેશનશિપમાં (Realitationship) હતી અને હવે તે મારા ફોટા (Photo) અને વિડિયો (Video) વાયરલ કરવાની ધમકી આપે છે. નવસારી અભયમ રેસ્ક્યુ ટીમ સ્થળ પર પહોંચી યુવકનો મોબાઈલ (Mobile) ચેક કરી ફોટા ડીલીટ (Delet) કરી લેખિતમાં લખાણ લઇ સમાધાન કર્યુ હતું.

યુવતી સાત વર્ષથી યુવક સાથે રિલેશનશિપમાં હતી. તેઓ અવારનવાર વાતો કરી મળવા માટે જતા હતા. યુવકે તેમને હોટેલમાં મળવા માટે બોલાવી જબરજસ્તી ફોટા પાડ્યા હતા અને છુટા પડતી વખતે યુવકે ધમકી આપી હતી કે ‘જો હવે તું તારા ભાઈ સાથે પણ વાત કરશે તો ફોટા અને વિડિઓ વાયરલ કરી દઈશ’ તે સમયે યુવતીએ ફોન લઈ લીધો હતો. જેથી 181 અભયમ હેલ્પલાઇન ટીમે યુવકનું કાઉન્સેલિંગ કરતા ફોન લઈ ફોટા ડિલિટ કરવા તેમને સમજાવ્યો કે હવે પછી યુવતીનો કોન્ટેક કરવો નહી અને લેખિતમાં લખાણ આપી જણાવ્યું કે, ‘મારી ભૂલ થઈ ગઈ છે અને હવે પછી આવી ભૂલ થશે નહિ. યુવકને પોતાની ભુલ સમજાતાં યુવતીએ કાયદાકીય કાર્યવાહી કરવાની ના પાડી સમાધાન કર્યુ હતું. યુવતીના પરિવારોએ 181 અભયમ ટીમનો આભાર માન્યો હતો.

પલસાણાની યુવતીને મળવા વારંવાર ફોન કરનારા યુવકને પકડી લેવાયો
બારડોલી: પલસાણા તાલુકાની એક યુવતીએ ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પ લાઈનમાં કોલ કરીને જણાવ્યું કે, એક યુવક તેને કેટલાય સમયથી મોબાઈલ ફોન કરીને મળવાની માંગણી કરી રહ્યો છે. જેથી બારડોલી સ્થિત અભયમ રેસ્ક્યુ ટીમે યુવતીને મદદ કરી યુવકની હેરાનગતિમાંથી બચાવી હતી.

આ બનાવની મળતી માહિતી અનુસાર હિમાનીબેન (નામ બદલ્યું છે)એ ૧૮૧ મહિલા હેલ્પલાઇન પર કોલ કરીને જણાવ્યું કે, એક અજાણ્યો યુવક સતત તેના મોબાઈલ ઉપર કોલ કરી તેને મળવા બોલાવતો હતો. આ અજાણ્યો યુવાન તેને હેરાન કરી સતત માનસિક ત્રાસ આપી રહ્યો છે. જેથી બારડોલીની ૧૮૧ અભયમ રેસ્ક્યુ ટીમે સમગ્ર ઘટનાની હકીકત જાણી હિમાનીને અજાણ્યા યુવકને મળવાની હા પાડી અગાઉથી નક્કી કરેલા સ્થળ ઉપર બોલાવવા કહ્યું હતું. એ સમયે હિમાની ખૂબ ગભરાઈ ગઈ હતી. પરંતુ અભયમ્ ટીમે તેમને સાંત્વના આપી હતી. જેના કારણે આ યુવતીની હિંમત વધી ગઇ હતી. અંતે ૧૮૧ ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હિમાનીને મળવા આવેલા અજાણ્યા યુવકને ઝડપીને તેની પૂછપરછ કરી હતી. અજાણ્યા યુવકે જણાવ્યું હતું કે, “મને એક ત્રાહિત વ્યક્તિ દ્વારા હિમાનીબેનને ભવિષ્યમાં બ્લેકમેલ કરવા હેતુથી વિડીયો બનાવવા માટે ૫૦૦ રૂપિયા મળ્યા હતા.” સમગ્ર હકીકત જાણીને અભયમ્ ટીમે યુવકનું અસરકારક કાઉન્સેલિંગ કર્યું હતું. આ ઉપરાંત હિમાનીબેનને પણ આ બાબતે કાયદાકીય સમજ આપી પોલીસ સ્ટેશનમાં અરજી આપવાનું સૂચન કર્યું હતું. જેના ભાગરૂપે હિમાનીબેને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top