નવસારી, ગણદેવી : નવસારી (Navsari) એલ.સી.બી. (LCB) પોલીસે (Police) ગણદેવા ગામ પાસે એસીબીની ખોટી ઓળખ આપી વન વિભાગના (Forest Department) અધિકારીને લુંટવાનો પ્રયાસ કરનાર ટોળકીને ઝડપી પાડી આગળની તજવીજ હાથ ધરી છે.મળતી માહિતી મુજબ, ભારતીય વન સેવા અધિકારી ઉમેશ્વર દયાલ સિંઘ ગાંધીનગરથી વલસાડ, નવસારી અને ડાંગ જીલ્લાના વનોની મુલાકાત અને ચાલતી કામગીરીના નિરીક્ષણ માટે આવેલા હતા.
- અધિકારી-કર્મચારીઓની અલગ-અલગ ટીમો બનાવી
- નવસારી એલસીબીએ મહિલા સહિત પાંચને ઝડપી લીધા
ગેરકાયદેસર રીતે રોકી એ.સી.બી. પોલીસ તરીકે ખોટી ઓળખ આપી
દરમિયાન તેઓ ગત ગત 16મીએ ડાંગ જીલ્લાથી પરત જઈ રહ્યા હતા. ત્યારે ટાંકલ ચાર રસ્તાથી ખારેલ તરફ આવતા ગણદેવા ગામ નહેર ફળિયા પાસે કેટલાક અજાણ્યા ઇસમોએ લુંટ કરવાના ઈરાદે ઉમેશ્વરભાઈના સરકારી વાહન ગેરકાયદેસર રીતે રોકી એ.સી.બી. પોલીસ તરીકે ખોટી ઓળખ આપી કાયદેસરની ફરજમાં અવરોધ ઉભો કરી રાજ્યસેવકને હાની થાય તેવું કૃત્ય કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બાબતે ઉમેશ્વરભાઈએ ગણદેવી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
ગણદેવી પોલીસ મથકના અધિકારી-કર્મચારીઓની અલગ-અલગ ટીમો બનાવી
જેથી નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસે ટેકનીકલ સોર્સ તથા હ્યુમન ઈન્ટેલીજન્સ દ્વારા તેમજ સી.પી.આઈ. બીલીમોરા તથા ગણદેવી પોલીસ મથકના અધિકારી-કર્મચારીઓની અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. દરમિયાન પોલીસને આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ સુરતના ઓલપાડ તાલુકાના કરમાળા ખાતે આવેલા સ્પર્શ વિલામાં હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે સુરત કામરેજ તાલુકાના કૃષ્ણા રેસિડન્સીમાં રહેતા ઉદયલાલ દેવીલાલ ચૌહાણ, માંડવી તાલુકાના ખોડી આંબલી તડકેશ્વરમાં રહેતા ઇમરાન ઇકબાલ કરોડિયા, કામરેજ તાલુકાના શેખપુર હરિદર્શન સોસાયટીમાં રહેતા સંજયસિંહ કરણસિંહ રાઠોડ, ઓલપાડ તાલુકાના ઢાંકણી ફળીયામાં શ્રીનાથજી એપાર્ટમેન્ટમાં રહેતા નાનાલાલ ઉદયલાલ ખટીક અને જલાલપોર તાલુકાના એરૂ ચાર રસ્તા કલ્પનાનગર સોસાયટીમાં રહેતા આરતીબેન દિનેશભાઈ સોંદરવાને ઝડપી પાડ્યા હતા.