નવસારી : (Navsari) તવડી ગામના આધેડે 21 ટકાના વ્યાજે (Interest) લીધેલા 30 હજાર રૂપિયાની સામે 36 હજાર ચૂકવ્યા બાદ પણ વ્યાજખોરે આધેડને ધમકાવી વધુ વ્યાજ વસુલ કરતા આધેડે વ્યાજખોર વિરુદ્ધ મરોલી પોલીસ (Police) મથકે ફરિયાદ નોંધાવી છે.મળતી માહિતી મુજબ, જલાલપોરના તવડી ગામે ટાટા નગરમાં રહેતા હરીશભાઈ બાબુભાઈ નાયકા (ઉ.વ. 55)ની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી વલસાડ કસ્તુરબા હોસ્પિટલ મહેલ પેલેસમાં રહેતા વિનોદ રંગાસ્વામી નાયકર પાસેથી 30 હજાર રૂપિયા બે મહિનામાં 21 ટકાના વ્યાજે લીધા હતા. જેથી હરીશભાઈએ 30 હજાર રૂપિયા ટુકડે-ટુકડે આપી દીધા હતા.
આધેડે વ્યાજખોર વિરુદ્ધ મરોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી
પ્રાપ્ત માહિતી અનુસાર એક મહિનો પૂરો થઇ ગયા બાદ વિનોદભાઈ હરીશભાઈ પાસે જઈ મે વ્યાજે આપેલા રૂપિયા વ્યાજ સહીત મને તાત્કાલિક આપી દે તેમ કહેતા હરીશભાઈએ હમણાં મારી છૂટક મજુરી ચાલતી નથી અને મારી આર્થિક પરિસ્થિતિ ખરાબ છે તમે મને થોડો સમય આપો હું તમને તમારા વ્યાજ સહિતના રૂપિયા પરત આપી દઈશ તેમ જણાવતા વિનોદભાઈએ ઉશ્કેરાઈ તારે મને વધારે વ્યાજ આપવું પડશે કહી ઝઘડો કરી કહ્યું હતું.
તારે મને વધારે વ્યાજ આપવું પડશે કહી ઝઘડો કર્યો
ત્યારબાદ વિનોદભાઈ હરીશભાઈના ઘરે આવી વ્યાજના રૂપિયાની માંગણી કરતો હોવાથી હરીશભાઈએ મજુરીના રૂપિયામાંથી તેમજ અન્ય પાસે ઉછીના રૂપિયા માંગી આપતા હતા. હાલમાં હરીશભાઈ તેમની વધુ ઉંમરના કારણે મજુરી કામ કરી શકતા ન હોવાથી આવકનો કોઈ સ્ત્રોત ન હતો. આ સિવાય ગામના જાગૃતિબેન રાઠોડે 10 હજાર રૂપિયા 21 ટકાના વ્યાજે, રાજેશ રાઠોડે 4 હજાર રૂપિયા 21 ટકાના વ્યાજે, સંગીતા રાઠોડે અને સુરેશ રાઠોડે તેમની જરૂર પ્રમાણે વ્યાજે વિનોદભાઈ પાસેથી પૈસા લીધા હતા. આ બનાવ અંગે હરીશભાઈએ મરોલી પોલીસ મથકે વિનોદભાઈ નાયકર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.આઈ. ડી.ડી. લાડુમોરેએ હાથ ધરી છે.