નવસારી: (Navsari) રાજ્યભરમાં ગત 1લી માર્ચથી 60 વર્ષથી મોટી ઉંમરના સિનિયર સિટીઝનોને કોરોનાની રસી (Vaccine) આપવાની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે નવસારી જિલ્લાના 6 તાલુકામાં ગત 23 સુધીમાં 1,59,150 સિનિયર સિટીઝનોને (Senior Citizens) કોરોનાની રસી આપવામાં આવી છે. સૌથી વધુ વાંસદા તાલુકામાં 24 સિનિયર સિટિઝનોને રસી અપાઈ છે.
નવસારી જિલ્લાના (Navsari District) સિનિયર સિટીઝનોને કોરોનાની રસી મળી રહે તે માટે નવસારી જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા ગત 1લી માર્ચથી સિનિયર સિટીઝનોને કોરોનાની રસી આપવામાં આવી રહી છે. જેમાં અત્યાર સુધીમાં 1,59,150 સિનિયર સિટીઝનોને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ અપાઇ ગયો છે. જ્યારે બાકીના સિનિયર સિટીઝનોને કોરોનાની રસી આપવાની કામગીરી ચાલુ છે. જેમાં નવસારી તાલુકામાં (Taluka) 31,972 સિનિયર સિટીઝનોએ કોરોનાની રસી લીધી છે. જ્યારે જલાલપોર તાલુકામાં 25,343, ગણદેવી તાલુકામાં 35,447, ચીખલી તાલુકામાં 33,033, ખેરગામ તાલુકામાં 8,678 તથા વાંસદા તાલુકામાં 24,677 સિનિયર સિટીઝનોને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.
જિલ્લાના પીએચસી, સીએચસી અને સરકારી દવાખાનામાં 60 વર્ષથી મોટી ઉંમરના સિનિયર સિટીઝનોને વિના મુલ્યે કોરોનાની રસીના ડોઝ (Vaccine Dose) આપવામાં આવી રહયાં છે. કોરોના રસીનો પ્રથમ ડોઝ લેનાર સિનિયર સિટીઝનોને બીજા ડોઝ માટે મોબાઇલ નંબર પર એસએમએસથી જાણ કરવામાં આવશે. ત્યારબાદ બીજો ડોઝ લેવાનો રહેશે.
રાજ્યમાં નિરાધાર-વંચિત વ્યક્તિઓ-વયસ્કોને આધાર કાર્ડના પુરાવા વિના રસીકરણમાં આવરી લેવાશે
ગાંધીનગર: (Gandhinagar) કોવિડ-19 ના સંક્રમણ સામે આરોગ્યરક્ષા કવચ આપતી કોરોના વેકસીનનો લાભ સમાજના નિરાધાર-વંચિત વ્યક્તિઓ-વયસ્ક વડિલોને પણ આપવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે. રાજ્યમાં આવેલા ભિક્ષુક ગૃહો, વૃદ્ધાશ્રમો તેમજ દિવ્યાંગ કલ્યાણ સંસ્થાઓ-ગૃહોમાં વસતા ૪પ થી ૬૦ વર્ષની વય જૂથના અને કોમોરબીડ એટલે કે અન્ય ગંભીર બિમારી ધરાવતા વ્યક્તિઓને આધાર કાર્ડના પૂરાવા સિવાય પણ વેકસીનેશન અભિયાનમાં આવરી લેવાશે તેમ સીએમ વિજય રૂપાણીએ આજે વિધાનસભામાં જણાવ્યું હતું. એટલું જ નહિ, આવી સંસ્થાઓ એટલે કે ભિક્ષુક ગૃહો, વૃદ્ધાશ્રમો તેમજ દિવ્યાંગ કલ્યાણ સંસ્થાઓમાં વસતા ૬૦ વર્ષથી ઉપરની વયના વયસ્ક વડીલોને પણ તેમની પાસે આધાર કાર્ડ (Adhar Card) ન હોય તો પણ કોરોના વેકસીન (Vaccine) આપવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે સમગ્ર રાજ્યમાં 5381 સરકારી અને 452 ખાનગી મળી કુલ 5833 રસીકરણ કેન્દ્રો કાર્યરત કરવામાં આવેલા છે.