Dakshin Gujarat

નવસારી: દરિયા કિનારેથી અજાણી બાળકી અને યુવકની લાશ મળી

નવસારી : જલાલપોરના (Jalalpor) દિપલા ગમે દરિયા કિનારેથી અજાણી બાળકી અને યુવકની લાશ (Deadbody) મળી હતી. જલાલપોર તાલુકાના દીપા ગામે દરિયા કિનારેથી એક અજાણી બાળકી (ઉ.વ.આ. 8 થી 10) અને અજાણ્યા ઇસમ (ઉ.વ.આ. 35 થી 40)ની ડીકંપોઝ હાલતમાં લાશ મળી હતી.

  • પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો લઈ પી.એમ. અર્થેની તજવીજ હાથ ધરી
  • ડીકંપોઝ હાલતમાં લાશ મળી

જે બાબતે દિપલા ગમે રહેતા દિલીપભાઈ પટેલે મરોલી પોલીસ મથકે (Police Station) જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો લઈ પી.એમ. અર્થેની તજવીજ હાથ ધરી છે. જ્યારે પોલીસે આ બનાવ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ પી.આઈ. ડી.ડી. લાડુમોરેએ હાથ ધરી છે. મૃતક અજાણ્યો યુવાને શરીરે ટી-શર્ટ અને બ્લુ રંગનો જીન્સ પહેર્યો છે. ઉંચાઈ આશરે 5 ફૂટ અને 5 ઇંચ છે.

દમણના દરિયામાં ડૂબેલા સુરતના 3 પૈકી એક યુવાનની લાશ મળી આવી
દમણ : સંઘપ્રદેશ દમણના મોટી દમણ લાઇટ હાઉસ દરિયા કિનારે રવિવારે સુરતના 5 યુવાન દમણની સહેલગાહે આવ્યા હતા. મોજમસ્તી કરી સાંજના સુમારે પાંચ પૈકી 3 યુવાન ઋષભ જૈન, રાહુલ કસબે અને વાસુ ખલપે દરિયામાં નાહવા માટે ગયા હતા. જ્યાં ધીંગામસ્તી કરતા કરતા યુવાનો દૂર સુધી નીકળી જતા ત્રણેય યુવાન ડૂબવા લાગ્યા હતા. જેની જાણ કિનારે ઊભા રહેલા 2 મિત્રને થતાં તેઓએ આ અંગે કૉસ્ટલ પોલીસને જાણ કરતા જ પોલીસ અને ફાયર વિભાગની ટીમને જાણ કરી હતી.

જ્યાં પોલીસ અને ફાયરની ટીમના જવાનો સ્થળ પર આવી બોટ મારફતે દરિયામાં ડૂબેલા યુવાનોની શોધખોળ આદરી હતી. પરંતુ મોડી સાંજ થઈ ગઈ હોવાને લઈ યુવાનોની શોધખોળ કાર્યમાં અડચણો આવતા બીજે દિવસે ફરી ફાયર વિભાગના જવાનોએ શોધખોળ શરૂ કરી હતી. પરંતુ ડૂબેલા યુવાનોની કોઈ પણ ભાળ મળી ન હતી. બનાવના ત્રીજે દિવસે ત્રણ યુવાન પૈકી 24 વર્ષીય વાસુ મનોજ ખલસે (રહે. મહાદેવનગર, નવાગામ, ડિંડોલી રોડ, ઉધના સુરત)ની લાશ સવારે તણાઈને દમણના દેવકા કડૈયા દરિયા કિનારે આવી પહોંચી હતી. જ્યાં પોલીસે લાશનો કબજો લઈ તેને સિવિલ હોસ્પિટલમાં મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top