નવસારી: (Navsari) આઝાદીના ૭૫માં વર્ષની ઉજવણી અંતર્ગત આઝાદીનો અમૃત મહોત્સવ અંતર્ગત તા.૧૨/૦૩/૨૦૨૧ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાબરમતી આશ્રમ, અમદાવાદથી દાંડી યાત્રાનો શુભારંભ કરાવ્યો હતો. અને આ દાંડીયાત્રા (Dandi Yatra) તા.૩ જી એપ્રિલે નવસારી જિલ્લાના વાડા ગામે આવી પહોચશે, જ્યા દાંડીયાત્રોઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.
આ દાંડીયાત્રાના સંભવિત કાર્યક્રમ મુજબ દાંડીયાત્રા જિલ્લામાં પ્રવેશતા જ વાડા ખાતે દાંડીયાત્રી યાત્રામા જોડાયેલા સૌ દાંડીયાત્રીઓનું પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરાશે. ત્યારબાદ મરોલી ચાર રસ્તા થઇ ચોખડ પહોંચશે. ચોખડ ખાતે ભોજન તથા વિરામ કરશે. ચોખડથી ધામણ, સરઇ, પડઘા, કસ્બાપોર થઇ વિરાવળ એ.પી.ઍમ.સી.ખાતે અગ્રણી નાગરિકો સ્વાગત કરશે. ત્યારબાદ લુન્સીકુઇ મેદાન ખાતે ગાંધી ચિંતન અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાનાર છે. રાત્રિભોજન અને રોકાણ કૃષિ યુનિવર્સિટી ખાતે રહેશે. તા.૩ જીના રોજ લુન્સીકુઇ મેદાન ખાતે દેશભકિતગીત, નૃત્ય નાટિકા, દાંડીયાત્રાની ઝાંખી, ભારત ભાગ્ય વિધાતા, ગાંધીભજન, દેશભકિતગીત વિવિધ કલકારો દ્વારા રમઝટ મચાવશે.
નવસારીમાં આટલા કાર્યકમ્રો યોજાશે
તા.૪-૪-૨૦૨૧ના રોજ દાંડીયાત્રીઓ લુન્સીકુઇ મેદાનથી વિજલપોર શિવાજી ચોક, પાટીદાર વાડીથી ઍરૂ ચાર રસ્તા ખાતે ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટીથી ભાવાંજલિ અર્પશે. ત્યાંથી એથાણ થઇ નાનીપેથાણ પહોચશે. નાની પેથાણ પ્રાથમિક શાળા ખાતે ભોજન અને વિરામ કરશે. નાની પેથાણ પ્રાથમિક શાળાથી કરાડી ગાંધી સ્મૃતિ મંદિર થઇ શહિદ સ્મારક મટવાડ પહોચશે. મટવાડ સરકારી પોલીટેકનીક ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. રાત્રિભોજન અને રોકાણ કૃષિ યુનિવર્સિટી ખાતે રહેશે. તા.૫-૪-૨૦૨૧ના રોજ સવારે સરકારી પોલીટેકનીક મટવાડથી દાંડીયાત્રીઓ પ્રસ્થાન કરીને સામાપોર સાંસ્કૃતિક ભવન પહોચશે. ત્યાંથી પ્રાર્થના મંદિર દાંડી આગેવાનો નાગરિકો તેઓનું સ્વાગત કરશે. દાંડી ખાતે સોલ્ટ મેમોરીયલની મુલાકાત ત્યાર બાદ પ્રાર્થનામંદિર ખાતે ગાંધી ચિંતન અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં જોડાશે. રાત્રિભોજન અને રોકાણ કૃષિ યુનિવર્સિટી ખાતે રહેશે.