Dakshin Gujarat

નવસારીમાં રસ્તા પર ડામર પીઘળી જતા વાહન ચાલકો પરેશાન

નવસારી: (Navsari) નવસારીમાં રસ્તાઓ (Road) બનાવવા ઉપયોગ કરાયેલો ડામર (Damar) હાલમાં રસ્તાની ઉપર આવી રહ્યો છે. જેના કારણે વાહન ચાલકોને વાહનો સ્લીપ થઇ અકસ્માત (Accident) થવાનો ભય સતાવી રહ્યો છે. ત્યારે ડામર રસ્તા ઉપર આવવાનું કારણ પડી રહેલી કાળઝાળ ગરમી કે પછી કોન્ટ્રાક્ટરનું ગુણવત્તાવિહીનનું કામ તે સવાલો ઉભા થયા છે.

  • નવસારીમાં ડામર રસ્તાની ઉપર આવી ગયો, વાહનો સ્લીપ થવાનો ભય
  • રસ્તાઓ બનાવવા ઉપયોગ કરાયેલો ડામર રસ્તાની ઉપર આવી જતા વાહનો સ્લીપ થવાનો ભય
  • ડામર રસ્તા ઉપર આવવાનું કારણ કાળઝાળ ગરમી કે પછી કોન્ટ્રાક્ટરનું ગુણવત્તાવિહીનનું કામ

ચોમાસા દરમિયાન નવસારી જિલ્લામાં રસ્તાઓ ધોવાયા હતા. જ્યારે પૂરના પાણી ભરાતા ઘણી જગ્યાએ રસ્તાઓ તૂટી ગયા હતા. જેના પગલે ઘણી જગ્યાએ રસ્તાનું રીપેરીંગ કામ હાથ ધરવામાં આવ્યું હતું. નવસારી-વિજલપોર નગરપાલિકા વિસ્તારમાં પણ ઘણા રસ્તાઓ ધોવાયા હતા. તો કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ વર્ષોથી જર્જરિત હાલતમાં હતા.

ચોમાસુ પૂર્ણ થયા બાદ નવસારી-વિજલપોર નગરપાલિકા દ્વારા પાલિકા વિસ્તારમાં નવા રસ્તાઓ બનાવવાનું શરૂ કર્યું હતું. બીજી તરફ આર એન્ડ બી વિભાગે નવસારીમાં આવેલા મુખ્ય રસ્તાઓ બનાવ્યા છે. જોકે પાલિકા વિસ્તારમાં હાલમાં પણ કેટલીક જગ્યાએ રસ્તા બનાવવાનું કામ પ્રગતિ હેઠળ છે. ત્યારે નવા બનાવેલા રસ્તાઓની ઉપર ડામર આવી રહ્યો છે. નગરપાલિકા વિસ્તારમાં પણ બનાવેલા રસ્તાઓ ઉપર ડામર આવી રહ્યો છે. આ સિવાય આર એન્ડ બી વિભાગ દ્વારા બનાવેલા મુખ્ય રસ્તાની ઉપર પણ ડામર આવી ગયો છે. જેના કારણે વાહન ચાલકોને વાહન ચલાવવા માટે ડરી રહ્યા છે.

રસ્તા ઉપર રહેલા ડામરને પગલે વાહનો સ્લીપ થઇ અકસ્માત થવાનો ભય પણ વાહન ચાલકોને સતાવી રહ્યો છે. ત્યારે નવા બનાવેલા રસ્તા ઉપર આવી રહેલા ડામરનું કારણ કાળઝાળ પડી રહેલી ગરમી કે પછી કોન્ટ્રાક્ટર દ્વારા બનાવેલા રસ્તાઓ ગુણવત્તાવિહીનનું છે તેવા સવાલો ઉભા થયા છે. જોકે હાલમાં તો જે રસ્તાઓ ઉપર ડામર આવ્યો છે ત્યાં વહીવટી તંત્ર દ્વારા રીપેરીંગની કામગીરી હાથ ધરાય એ જરૂરી છે.

Most Popular

To Top