નવસારી: (Navsari) નવસારીમાં આજે લઘુત્તમ તાપમાનમાં (Temperature) અડધો ડિગ્રીનો વધારો થતા 10.6 ડિગ્રી નોંધાતા લોકો ઠંડીમાં (Cold) ઠુંઠવાયા હતા. જયારે મહત્તમ તાપમાન ત્રણ ડિગ્રી વધીને 30.2 ડિગ્રી નોંધાયું હતું. ઠંડી વધવાને કારણે લોકો ગરમ વસ્ત્રો પહેરવા મજબૂર બન્યા હતાં. સાથે જ રવિવારનો દિવસ હોવાથી લોકોએ સીઝનની પહેલી કડકડતી ઠંડીનો આનંદ લીધો હતો.
- નવસારીમાં તાપમાન 10 ડિગ્રીએ પહોંચ્યું
- મહત્તમ તાપમાન પણ ત્રણ ડિગ્રી વધીને 30.2 ડિગ્રી નોંધાયું
નવસારીમાં ગત 9મીએ લઘુત્તમ તાપમાન 12.2 ડિગ્રી નોંધાયું હતું. ત્યારબાદથી લઘુત્તમ તાપમાનમાં સતત વધારો થતા લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી આસપાસ નોંધાતા શિયાળામાં ઠંડીને બદલે ગરમી પડી હતી. જોકે છેલ્લા 6 દિવસથી વાતાવરણમાં પલ્ટો આવતા નવસારીમાં લઘુત્તમ તાપમાનમાં 11.3 ડિગ્રીનો ઘટાડો નોંધતા ઠંડીમાં વધારો થયો હતો. જોકે આજે રવિવારે લઘુત્તમ તાપમાન અડધો ડિગ્રીનો વધારો થયો છે. જયારે મહત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રીનો વધારો થયો છતાં નવસારીજનો ઠંડીમાં ઠુંઠવાયા હતા.
આજે રવિવારે લઘુત્તમ તાપમાન 0.6 ડિગ્રી વધતા 10.6 ડિગ્રી નોંધાયો હતો. જયારે મહત્તમ તાપમાન 3.2 ડિગ્રી વધતા 30.2 ડિગ્રી નોંધાયુ હતું. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 92 ટકા હતું. જે બપોરબાદ ઘટીને 33 ટકા જેટલું ઓછું રહ્યું હતું. જોકે દિવસ દરમિયાન ઉત્તર-પૂર્વ દિશાએથી 5.4 કિ.મી. ની ઝડપે પવનો ફૂંકાયા હતા.
ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં ખ્રિસ્તી બંધુઓએ નાતાલ ક્રિસમસ પર્વની હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરી
સાપુતારા : 25મી ડિસેમ્બર એટલે પ્રભુ ઈશુનો જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. 25મી ડિસેમ્બર નાતાલ પર્વ એટલે ખ્રિસ્તી બંધુઓનું નવુ વર્ષ. ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં પણ ખ્રિસ્તી બંધુઓએ નાતાલ પર્વની હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરી હતી. નાતાલ ક્રિસમસ પર્વમાં ડાંગનાં ખ્રિસ્તી બંધુઓએ ચર્ચોમાં પ્રાર્થના સભા સહિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી પ્રભુ ઈશુનાં જન્મોત્સવને આવકાર્યો હતો. ડાંગ જિલ્લામાં નાતાલ પર્વ નિમિત્તે અમુક ચર્ચમાં ખ્રિસ્તી ભક્તો દ્વારા પ્રભુ ઈશુનાં જન્મોત્સવને આવકારવા સુંદર ગભાણનું નિર્માણ કરી જન્મોત્સવને વધાવ્યો હતો.