નવસારી : નવસારી (Navsari) ખાતે વન્યજીવ સંરક્ષણ માટે કામ કરતા ઉગતના રહેવાસી ફિરોજ રાઠોડ તેમજ સુપા ગામે ખાતે રહેતા દેવાંગ સુપાકરને કોલ મળ્યો હતો કે, નવસારી તાલુકાના ઉગત ગામે (Ugat Village) નવા ફળિયામાં રહેતા પ્રવિણભાઈ રાજપુતના ઘરે સાપ નીકળ્યો છે. જે ત્યાં જઈને જોતા ખૂબ જવલ્લે જોવા મળતો સાપ છે. જેની આઈડીફિકેશન કરતા ઇન્ડિયન એગ ઈટર (Indian Egg Eater) એટલે કે ઈંડા ખાઉ સાપ (Smake) કહેવામાં આવે છે. જે વન્યજીવ સંરક્ષણધારા 1972 ના કાયદા મુજબ વન વિભાગ દ્વારા ખાસ સંરક્ષણ આપવામાં આવ્યું છે. સિડિયૂલ એકમાં મૂકવામાં આવ્યું છે.
- પંજાબ, કર્ણાટક, મહારાષ્ટ્ર તેમજ ગુજરાતના અમુક જ જિલ્લાઓમાં જોવા મળતો આ સાપ
- આ સાપ છેલ્લા 10 વર્ષમાં અંદાજે સાત જ વખત પકડાયો છે
આ સાપ પંજાબ, કર્ણાટક, મહારાષ્ટ્ર તેમજ ગુજરાતના અમુક જ જિલ્લાઓમાં જોવા મળે છે. આ સાપ છેલ્લા 10 વર્ષમાં અંદાજે સાત જ વખત પકડાયો છે. જેથી વન વિભાગના અધિકારીને આ બાબતે જાણ કરતા વન વિભાગના સ્ટાફ જોડે વનમાં ફરીથી મુક્ત કરવામાં આવ્યો છે.
વાંસદાના લાછકડી ગામથી વિશાળકાય અજગર રેસ્ક્યુ કરાયો
વાંસદા : વાંસદા તાલુકાના લાછકડી ગામે આવેલી બાયફ પાસેથી વિશાળકાય અજગરને રેસ્ક્યુ કરાયો હતો. બાયફ પાસે અજગર નજરે પડતા ભીમસેન, મોહિત અને તેમની ટીમ દ્વારા અજગરને રેસ્ક્યુ કરાયો હતો. આ અજગર ૧૦ ફૂટ લાંબો અને ૧૦ થી ૧૪ કીલો વજન ધરાવતો હતો. અજગરને રેસ્ક્યુ કરી જંગલમાં છોડી દેવામાં આવ્યો હતો