સુરતઃ રાજકોટમાં બનેલી આગજનીની ઘટના બાદ સરકાર દ્વારા નિયમો કડક બનાવાયા છે. વળી, હવે જાહેર આયોજન કરનારા આયોજકો પણ સતર્ક થયા છે, તેથી જ આ વર્ષે સુરતમાં નવરાત્રીના આયોજનમાં આયજકોએ ખૂબ સાવચેતી દાખવી રહ્યાં છે. સુરતના એક આયોજક દ્વારા આ વર્ષે ફાયર પ્રૂફ એસી ડોમ બનાવવામાં આવ્યા છે. એટલે કે આ વર્ષે સુરતીઓ આગ નહીં લાગે તેવા ફાયર પ્રૂફ એસી ડોમમાં ગરબે ઝૂમશે.
- આ વર્ષે G9 એપેક્સ ગ્રુપ દ્વારા ડબલ એસી ડોમમાં નવરાત્રીનું આયોજન
- એરપોર્ટ સામે આવેલ કોપર સ્ટોન નજીક બે લાખ સ્ક્વેર ફીટની વિશાળ જગ્યામાં ભવ્ય નવરાત્રીનું આયોજન
આ વર્ષે G-9 એપેક્સ ગ્રુપ દ્વારા આ વખતે સુરત એરપોર્ટ સામે અવધ કોપર સ્ટોન નજીક બે લાખ સ્ક્વેર ફીટ જેટલી વિશાળ જગ્યામાં બે એસી ડોમમાં નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. ગ્રુપના હિરેન કાકડીયાએ જણાવ્યું કે નવરાત્રી દરમ્યાન દરરોજ 30 થી 35,000 માણસો ભેગા થશે. તેઓ ગરબા રમી શકે તે માટે બે વિશાળ સેન્ટ્રલ એસી ડોમમાં નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડોમ ફાયર પ્રૂફ છે. આગ ડોમના કાપડને પકડશે નહીં. તેથી એવી કોઈ અનિચ્છનીય ઘટના બને તો તેની પર ઝડપથી કાબુ મેળવી શકાશે.
આ ઉપરાંત અહીં ગરબા રમવા આવનાર ખેલૈયાઓને કોઈપણ મેડિકલ તકલીફ થાય તો તેમની સ્થળ ઉપર જ હોસ્પિટલ જેવી સારવારની સુવિધા ઊભી કરવામાં આવી છે. તે ઉપરાંત ખેલૈયાઓ માટે એક એમ્બ્યુલન્સ અને ફાયર ફાઇટર ત્યાં હાજર જ રહેશે. ખેલૈયાઓ માટે હાઇજેનિક ટોયલેટની પણ સુવિધા ઊભી કરવામાં આવી છે.
બોલીવુડ સિંગર ધૂમ મચાવશે
આ વર્ષે કેદાર ભગત મ્યુઝિક ડાયરેક્ટર, દિવ્ય કુમાર બોલીવુડ સિંગર, પ્રિયંકા વૈદ, ચૈતાલી છાયા, વિશ્વા શાહ, શ્વેતા વિરાસ, કૌશિક દેશપાંડે જેવા ટોપના ગાયક કલાકારો સુરતમાં ધૂમ મચાવશે.