મા અંબા, જગદંબાની આરાધનાનું પર્વ એટલે નવલી નવરાત્રી. નવદિવસ સુધી રઢીયાળી રાતે ખેલૈયા ગરબે ઘૂમતા હોય છે. અસલ પ્રાચીન શેરીગરબા તો હવે લુપ્ત થઈ જાય છે. અને ટ્રેડિશનલ દોઢીયા, ડિસ્કો-દાંડિયાનું ચલણ વધી ગયું છે. ચણિયા-ચોળી ઉપરાંત અનેક વેશભૂષા સાથે ખેલૈયાઓ ગરબાની રમઝટ માણતા હોય છે. ત્યારે એવું લાગે છે કે આ નવરાત્રી છે કે ફેશન પરેડ? હવે તો મોટા શહેરોમાં પાર્ટી પ્લોટ ભાડે રાખીને આયોજકો ભવ્ય લાઇટિંગ સજાવટ સાથે ગરબાનું આયોજન કરે છે. ફિલ્મ ટીવી કલાકારોને બોલાવીને આકર્ષણ ઊભું કરતા હોય છે. જેના માટે મોંઘી ટિકિટ રાખય છે. આમ નવરાત્રીનું વેપારીકરણ થઈ ગયું છે.
કલાકો સુધી બ્યૂટી પાર્લરમાં તૈયાર થતી યુવતિઓમાં માતાજીની ભક્તિ કેટલી? જોકે હજી ગામડાઓમાં લાજ મર્યાદા સાથે ગરબે ઘૂમે છે. તે પરંપરા જળવાઈ રહી છે. મોડી રાત સુધી ડીજે સાઉન્ડના ધમધમટાના કારણે વયસ્કો માનસિક થાક અનુભવે છે. કેમ કે ધ્વનિ પ્રદૂષણનો અતિરેક થાય છે નવરાત્રીમાં ધર્મનો મલાજો જળવાઈ તે જ સાચી ભક્તિ અને શક્તિ છે.
તરસાડા – પ્રવિણસિંહ મહિડા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
વોટચોરી સાબિતી જરૂરી છે
કોંગ્રેસ અને વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ હાલમાં જ ચૂંટણીપંચ પર વોટચોરીના ગંભીર આક્ષેપો કરી ફોક્સમાં રહેવાનો પ્રયત્ન કર્યો છે. રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે છેલ્લાં 10-15 વર્ષથી લોકતંત્રને હાઇજેક કરી દેવાયું છે. હવે બોલેલાં વચનો સિધ્ધ કરવા માટે એક જ વિકલ્પ રહ્યો છે કે વોટચોરી અંગે ચોક્કસ પુરાવા અને જરૂરી સબુતો દેશની જનતા સામે રજૂ કરે કારણ કે ભારત જેવા લોકશાહી દેશમાં ચૂંટણી કમિશનર પર કરેલા આક્ષેપો સામાન્ય બાબત નથી. હવે રાહુલ ગાંધી માટે આક્ષેપો સાબિત કરવાનો પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની જશે.
મોટા મંદિર, સુરત – રાજુ રાવલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.