શહેર પોલીસ કમિશનરે આગામી નવરાત્રી તહેવારની ઉજવણી અનુલક્ષીને જાહેરનામું પ્રગટ કર્યું છે જે આવકારદાયક છે. પરંતુ તેમાં ઢોલ-નગારાં સાથે ગવાતા શેરી ગરબાની રાત્રીની સમયમર્યાદા નથી રાખી, જે અંગે નમ્ર વિનંતી કે આ માટે પણ વધુમાં વધુ રાત્રે 12 વાગ્યા સુધીની જ મર્યાદા જાહેર રાખો. જેથી શેરી- મહોલ્લાવાસીઓ રાત્રે, દિવસભરના થાકથી માનસિક શાંતિ અનુભવી શકે. જે આજના અતિ સંવેદનશીલ સમાજની એક જરૂરિયાત બની છે. જ્યાં જ્યાં ગેમમાં/ હોલમાં/ શેરીઓમાં નવરાત્રી ગરબાનું આયોજન થાય છે ત્યાં પણ સ્વચ્છતા જરૂરી છે. આપણા શહેરને પ્રાપ્ત થયેલા સ્વચ્છતા એવોર્ડને જાળવી એક આદર્શ નાગરિક તરીકેની નૈતિક ફરજ અદા કરીએ. ત્રીજું, રાત્રિ દરમ્યાન પોલીસવાન દ્વારા નાઈટ પેટ્રોલિંગ પણ ખૂબ આવશ્યક છે, જેથી પ્રજાજનોની સુરક્ષા- સલામતી જળવાઈ રહે.
સુરત – દીપક બંકુલાલ દલાલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ફોરેન લેંગ્વેજ કોર્ષ
વીર નર્મદ યુનિવર્સિટીઓ 1 ઓક્ટોબરથી 14 ફોરેન લેંગ્વેજ કોર્ષ શરૂ કર્યા છે. આ કોર્ષ યુનિવર્સિટીનાં કેમ્પસમાં આવેલાં ઈંગ્લિસ ડિપાર્ટમેન્ટ દ્વારા ચલાવવામાં આવી રહો છે અમે કોર્ષ પુરો કર્યા પછી વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા પ્રયાણપત્ર આપવામાં આવશે. અહી પ્રશ્ન એ છે કે યુનિવર્સિટી દ્વારા લેંગ્વેજ કોર્ષનો વિભાગ ચાલુ કરવો હોય તો ભારતમાં આવેલા જુદા જુદા 26 રાજ્યોની સ્થાનિક ભાષાનો કોર્ષ ચાલુ કરો. જેમાં વિવિધતામાં એકતા ના દર્શન થાય છે. વિશ્વના કોઈ પણ દેશની યુનિવર્સિટીમાં શુ હિન્દી ભાષા કે ભારતના કોઈ રાજ્યની સ્થાનિક ભાષાનો ભારતીય લેંગ્વેજ કોર્ષનો કોઈ વિભાગ ચાલે છે? વિશ્વના તમામ દેશો તેમની ભારતને અગિમતા અને મહત્ત્વ આપે છે જે સ્વભાવિક છે. ફોરેન લેગ્વેજ શીખીને ભારતમાં કેટલી સંખ્યામાં એવા આર્થિક રીતે સક્ષમ હોય તેવા વિદ્યાર્થી છે જે ફોરેન જઈ શકે છે. આ નિર્ણય અંગે યુ સીટીના સત્તાધીશોએ ફેર વિચાર કરવો જોઈએ.
સુરત – રાજુ રાવલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.