સરકારી તમામ સેવાઓમાં પહેલા સૌથી શ્રેષ્ઠ ટપાલ સેવા કહેવાતી પણ હમણાંથી તેમની સેવાઓનું સ્તર કથળ્યું છે. માત્ર ટપાલ વહેંચતી બાબતે જ નહિ અન્ય સેવાઓ માટે પણ. નવસારીના મોટા બજાર કંસારવાડ નાકે પર એક ટપાલ પેટી હતી, તે બિસ્માર થઈ જતાં ટપાલ ખાતા દ્વારા ઉપાડી જવામાં આવી હતી. નવી પેટી મુકવાના વાયદા સાથે આજે લગભગ 1 વર્ષ થયું, છતાં ટપાલ પેટી મૂકવામાં આવી નથી. આ લખનારે ઉપરી અધિકારી સાથે ટેલિફોનિક વાત પણ ફરીયાદ પત્રો પણ પાઠવ્યા. કોને પડી છે? માત્ર વાયદાઓ જ થયા છે. સમગ્ર મોટી બજાર તથા આજુબાજુના રહીશો કેટલી અગવડ ભોગવી રહ્યાં છે. ટપાલ સેવાની રેઢીયાળ કામગીરીને પ્રતાપે કુરીયર સર્વિસોની માંગ વધી પડી છે. સરકાર અમસ્તી જ તમામ સરકારી સેવાઓના ખાનગીકરણ તરફ નથી. વળી, ટપાલ સેવા કેન્દ્રઓએ પણ વિચારવું રહ્યું.
નવસારી – ગુણવંત જોષી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.