Vadodara

નવલ ઠક્કર નાટકીય ઢબે ગોત્રી પોલીસ સમક્ષ હાજર થયો

વડોદરા: શહેરમાં અનેક બિલ્ડર લોબી સાથે સંકળાયેલા આધેડ ઉંમરના નવલ દીપકકુમાર ઠક્કરે (રહે.આમ્રકુંજ સોસાયટી, ઇલોરાપાર્ક) પોતાના સમાજના જ તદ્દન નજીકના પરિવારની ૨૦ વર્ષની પુત્રી પર દાનત બગાડી હતી. છેલ્લા એક વર્ષથી યુવતીને પ્રેમના પાઠ ભણાવી લગ્નની લાલચ આપી હતી.અને અકોટા મા આવેલી એસોસિયેટ સોસાયટીના તેના બંગલામાં લઇ જતો હતો.જ્યાં તેણી ની મરજી વિરૃદ્ધ અનેક વખત શારીરિક સંબંધ બાંધ્યા હતા.પુત્રીનું પ્રેમ પ્રકરણ મોબાઇલમાંથી જ પકડાયું હતું નવલ ઠક્કર સાથે ચેટિંગ તથા અસલીલ ફોટા જોતા જ પરિવારજનો ચોંકી ગયા હતા.અને પુત્રીને પૂછતા તેણે દુષ્કર્મની કરુણ કથાની જણાવી હતી.

આરોપી વિરુદ્ધ બળાત્કારના ગુનામાની જે.પી.રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. અને બીજા જ દિવસે તપાસ ગોત્રી પોલીસને સોંપવામાં આવી હતી.બિલ્ડર ફરાર થઇ જતાં ચાર થી પાંચ ટીમો એ શોધખોળ આદરી હતી .
ટેકનિકલ અને હ્યુમન સોર્સ આધારે પોલીસને મળેલ જાણકારી આધારે મધરાત્રે બે વાગે આરોપી ઈલોરાપાર્ક નજીક આવેલી આઇનોકસ પાસે આવેલ શાક માર્કેટ નજીક રિક્ષામાંથી ઉતરતા જ ઝડપી પાડયો હતો અને પ્રાથમિક પૂછતાછ મા અંબાજી માતા ના દર્શન કરવા ગયો હોવાની કબૂલાત કરી હતી, અને રસ્તામાં કાર બગડતા બસ દ્વારા વડોદરા આવ્યો હતો. અને એસ ટી ડેપોથી રિક્ષા મા બેઠો હતો.
મારા ઉપર ખોટા આરોપ લગાવવામાં આવ્યો છે : નવલ ઠક્કર
આરોપીને મિડિયા સમક્ષ લવાતા જ પત્રકારોને આરોપી નવલ ઠક્કર એ તદ્દન હળવા સ્વરમાં કહ્યું હતું કે આ બધું જ ખોટું છે. હુ યુવતીના માત્ર સંપર્કમાં જ હતો. મારા પર લગાવેલા આરોપ ખોટા છે. અમે ફક્ત નવ માસથી જ એક બીજાથી પરિચીત છે.

Most Popular

To Top