થોડા દિવસો પહેલાં શહેરના પ્રખ્યાત રંગઉપવન પાસેથી પસાર થવાનું થયું ત્યારે મહાનગરપાલિકાની ઝોનલ ઓફીસને અડીને આવેલી રંગઉવનની સફેદ ભીંત ઉપર લાલ અને ભૂરા અક્ષરોમાં હિંદીમાં લખાણ જોવા મળ્યું. રંગઉવન, ચંચી. મહેતા નાત્યગૃહ સુરતી ભાષાનો સુંદર પ્રયોગ ! અહીં નાત્ય નહીં પરંતુ નાટય શબ્દ આવે એ કદાચ જે તે સમયના મનપાના શાસકો અધિકારીઓની નજરમાં નહીં આવ્યું હોય!
પરંતુ આપણે જયારે સ્માર્ટ સીટીની વાતો કરતા હોઈએ અને સુરતનાં હેરીટેજ સ્થળો બહારનાં મહેમાનોને બતાવતાં હોઇએ ત્યારે આ પ્રકારની ભૂલો સુરતની પ્રતિષ્ઠાને ઝાંખપ લગાડે છે! જો કે આ રસ્તે રોજનાં સેંકડો લોકો અવરજવર કરે છે તો કોઈની જ નજરે આ ભૂલ ના પડી એ પણ થોડું આશ્ચર્ય પેદા કરે છે!
ખેર, મનપાના શાસકો હવે પછી જે નવા ચૂંટાશે તેઓ આ ભૂલ ત્વરિત સુધારે તેવી આશા.
સુરત – ભાર્ગવ પંડયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.