Vadodara

દબંગ ધારાસભ્યએ ગૃહમંત્રીનું અપમાન કર્યું

વડોદરા: ગુજરાત વિધાનસભા ચૂંટણીમા વડોદરા જિલ્લા ની પાંચ બેઠકો પર ઉમેદવારો જાહેર થયા બાદ. જિલ્લાની ત્રણ બેઠકો પર બળવો થતા રાજકીય સમીકરણો બદલાયા છે. જેમાં સૌથી વિવાદિત વાઘોડિયા બેઠક ના બળવાખોર મઘુ શ્રીવાસ્તવ એટલે વિવાદો નો મઘપુડો એટલા માટે કહેવામાં આવે છેકે તેઓ બાહુબલી અને દબંગ નેતા હોવાથી વિવાદો સાથે તેમનો જૂનો નાતો છે. ગતરોજ ગુજરાતના ગૃહમંત્રી વડોદરા ની મુલાકાતે આવ્યા હતા. પાદરા, કરજણ -વાઘોડિયાના બળવાખોરો પર વરસ્યા હતા. અને જણાવ્યું હતું કે 15 નવેમ્બરથી 8 ડિસેમ્બર સુધી વિસ્તારમાં ફરીને પાર્ટી તોડનારા લોકોને શોધી-શોધીને હિસાબ કરજો.

આખરે આ ચીમકીના પડઘા વાઘોડિયા બેઠક પર પડ્યા હતા. અને આજે દબંગ નેતા બળવાખોર મઘુએ ભાજપ સાથે છેડો ફાડી ને પક્ષ ને રામ રામ કરી દીધા છે. 6 ટર્મ થી ભાજપાની ટિકિટ પર સતત રાજ કરનાર મઘુએ અગાઉ પણ ઘણી વાર પોતાના કામો કરાવવા સરકાર સામે બાયો ચડાવી છે. કેટલીય વાર દબંગગીરી કરી ને વિવાદિત બયાન પણ આપ્યા છે તે વેળા એ સરકારે કોઈ પગલાં ભર્યા ન હતા ત્યાર બાદ 2022 ની ચૂંટણી જાહેર થયા બાદ પોતાનું પત્તુ કપાઈ જતા સરકાર સામે ભારોભાર રોષ ઠાલવ્યા બાદ પણ સરકારે કોઈપણ પગલાં ભર્યા નહીં. અંતે બળવાખોર મઘુએ રાજીનામુ આપતા પક્ષનું નાક કપાઈ ગયું.

જો તેમને તત્કાલ સસ્પેન્ડ કરાયા હોત તો પક્ષની આબરૂ જળવાઈ જાત. બળવાખોર મઘુનું કહેવું છે કે બે દિવસ પહેલા તેમની દેશના ગૃહમંત્રી સાથે વાત થઇ હતી અને ભારત સરકાર ના ગૃહમંત્રી અમિત શાહે બળવાખોર મઘુને બે દિવસ રાહ જોવાનું કહેલ પરંતુ બે દિવસ બાદ પણ જવાબ ન આવતા આખરે બળવાખોર મઘુએ 500 થી વધારે કાર્યકરો સાથે રાજીનામુ આપી દીઘું હતું. વધુમાં તેઓઓ જણાવ્યું હતું કે, મને ત્રણ વર્ષ માટે એગ્રોનો ચેરમેન બનાવ્યો હતો. બે વર્ષ કોરોનામાં ગયા, છેલ્લુ એક વર્ષ બાકી હતું. એક વર્ષમાં મેં 300 રૂપિયાનું કૌભાંડ પકડ્યું હતું. જેમાં મેનેજર આસિસ્ટન્ટ અને એમ.ડી.ને સસ્પેન્ડ કર્યાં હતા. મેં ગાંધીનગર એગ્રોની ઓફિસમાં જઈને 300 કરોડ રૂપિયાનું કૌભાંડ ઝડપ્યું હતું. તે સમયે પણ મને બોલાવીને પાર્ટીએ જબરદસ્તી રાજીનામું માંગ્યુ હતું.

બળવાખોર મધુ શ્રીવાસ્તવ 2019ની લોકસભાની ચૂંટણીમા પણ વિવાદમાં આવ્યા હતાં. નરેન્દ્ર મોદી વડોદરા લોકસભાની ચંટણીમાં ઉમેદવારી કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને જણાવ્યુ હતુ કે, નરેન્દ્રભાઈ ફરી એક વખત વડાપ્રધાન બનશે અને મારા જેવા બાહુબલી નેતાની જરૂર હોવાથી મને ટીકીટ આપવી જોઈએ. એ વખતે એવી રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. હવે જો રાજીનામાની હવા પાદરા અને કરજણ પછી રાજ્યમાં આ રાજકીય હવામાન સર્જાય તો તે માટે શું કરવું તેની ગોઠવણમા ભાજપા પડી ગયું છે. પાદરામા બળવાખોર દિનુમામા એ અપક્ષ અને કરજણમાં સતીષ નિશાળિયા અપક્ષ લડશે તેવું કહેવાય છે પરંતુ હજુ પણ તેઓ કોઈ મોટી આશામા બેઠા હોય તેમ જણાય આવે છે. બળવો કરનારા વાઘોડિયા, પાદરા, અને કરજણ એમ ત્રણેય ઉમેદવારોનું ગોત્ર ભાજપાનું નથી.

2017થી 2022માં ધારાસભ્યોએ સરકારને બાનમાં લેવાનો પ્રયાસ કર્યો હતો
ગુજરાતના રાજકારણમા બળવા ની પ્રથા તો વર્ષોથી ચાલે છે પરંતુ આ પ્રથા 1995 થી વધુ વેગવાન બની 14 મી માર્ચ 1995 મા ભાજપા ના સૌપ્રથમ મુખ્યમંત્રી બનેલા કેશુભાઈ પટેલ સામે નારાજ શઁકરસિંહ વાઘેલા એ બળવો પોકારી ને સત્તાની લાલચ મા બળવો પોકારી 45 ઘારાસભ્યો ને લઈ ખજુરાહો ઉપડી જઈ ને ગુજરાતની ગાદી મેળવી હતી.
એટલે ટિકિટ મળ્યા પછી પણ મઁત્રીપદ અને હોદ્દા માટે રાજકીય તરકતટ રચી પોતાના કામો થતા નથી અને અઘીકારીઓ ગાંઠતા નથી તેવા બહાના કાઢી સરકાર નું નાક દબાવવા ના પ્રયત્નો વડોદરા મા પણ થયા છે. 2017ની ચુંટણી બાદ ત્રણ ધારાસભ્યોએ સર્કીટ હાઉસ ખાતે મીટીંગ કરીને સરકાર સામે બાયો ચડાવી હતી.

વડોદરા ના ઘારાસભ્યો 2017 થી 2022 સુધી કરેલ છે જેના અનેક દાખલા છે જેમ કે સાવલી ના ઘારાસભ્ય કેતન ઇનામદારે કેટલીક વખત રાજીનામાં ની ચીમકી આપેલ તેમજ પોતાના વિસ્તાર ના કામો થતા નથી તેમ કહી ને મઘુશ્રી વાસ્તવ, યોગેશ પટેલ અને કેતન ઇનામદાર આ ત્રણ ની ટોળકી એ ભેગા થઇ બળવા જેવું વાતવરણ ઉભું કરતા આ ટોળકી ને તત્કાલ ગાંધીનગર બોલાવી ને મઘુ ભાઈ ને એગ્રો ચેરમેન અને યોગેશ પટેલ ને નર્મદા નિગમમા સમાવી લેવામા આવ્યા હતા અને કેતનઇનામદાર ને ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું અત્યાર સુધી ના ઇતિહાસ મા એવું જાણવા મળ્યું છે કે જે બળવો કરે છે તેનું ગોત્ર મૂળ ભાજપા નું નથી હોતું કા તો તેઓ અપક્ષ કે અન્ય પક્ષ માંથી આવેલા હોય છે જેવી રીતે મઘુ ભાઈ અપક્ષમા થી આવ્યા અને ફરી પાછા ઘરવાપસી કરી ને અપક્ષ ચૂંટણી લડશે આવા બળવાખોર ઉમેદવાર જો જીતી જાય તો ફરી ખરીદ વેચાણ થાય તો ફરી બીજેપી મા જોડાય જાય તો નવાઈ નહીં એટલે સત્તા અને હોદ્દા માટે આ રાજકીય નેતાઓ કઈ પણ કરવા તૈયાર થઇ જાય છે.

ભાજપમાંથી રાજીનામા આપ્યાં બાદ બોલ્યા મધુ
હું ભાજપના તમામ હોદ્દા પરથી રાજીનામું આપું છું. લાંબા સમયથી હું ભાજપનો કાર્યકર રહ્યો છું. પાર્ટીએ મને ધારાસભ્ય તરીકે સેવાની તક આપી. પરંતુ ભાજપે ઉમેદવારી માટે ટિકિટ ન ફાળવતા હવે હું સમાજની સેવા કરવા માગું છું. ત્યારે મારા કાર્યકરો અને શુભેચ્છકો સાથે ચર્ચા-વિચારણા કરી હું ભાજપના પ્રાથમિક સભ્યપદથી રાજીનામું આપું છું અને મારા 500 કાર્યકરો સાથે ભાજપમાંથી રાજીનામું આપું છું. અપક્ષ ચૂંટણી લડવી કે નહીં તે અંગે આગામી સમયમાં નિર્ણય કરીશ. અપક્ષ માંથી લડ્યા બાદ પણ કાર્યકર્તા નક્કી કરશે એ પક્ષ માટે સપોર્ટ કરીશ. પરંતુ ભારતીય જનતા પાર્ટી ની સાથે તો નહિ જ જોડાવ. -મધુ શ્રીવાસ્તવ,પૂર્વ ધારાસભ્ય વાઘોડિયા
મે 300 કરોડનું કૌભાંડ પકડ્યું
મને ત્રણ વર્ષ માટે એગ્રોનો ચેરમેન બનાવ્યો હતો. બે વર્ષ કોરોનામાં ગયા, છેલ્લુ એક વર્ષ બાકી હતું. એક વર્ષમાં મેં 300 કરોડ રૂપિયાનું કૌભાંડ પકડ્યું હતું. જેમાં મેનેજર આસિસ્ટન્ટ મેનેજર અને એમ.ડી.ને સસ્પેન્ડ કર્યાં હતા. મેં ગાંધીનગર એગ્રોની ઓફિસમાં જઈને 300 કરોડ રૂપિયાનું કૌભાંડ ઝડપ્યું હતું. તે સમયે પણ મને બોલાવીને પાર્ટીએ જબરદસ્તી રાજીનામું માંગ્યુ હતું. મધુ શ્રીવાસ્તવ,

રાજ્યના ગૃહમંત્રીનું અપમાન હર્ષ સંઘવી નાના છોકરા જેવું
ગૃહ મંત્રી હર્ષ સંઘવી છોકરા જેવુ મનાવવા નીકળે એ શક્ય નથી. કોઈ વડીલ નેતા મળવા આવ્યો હોત તો કઈ વિચારત, પણ ટિકિટ થયા બાદ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે પણ વાતચીત કરી હતી અને બે દિવસ નો સમય માગ્યો હતો પરંતુ કોઈપણ પ્રકાર નો નિર્ણય નહીં લેવાતાં આજે પક્ષ ના પ્રાથમિક પદ પરથી રાજીનામુ આપી દીધુ હતું. મહત્વનું છે કે આગામી બે દિવસમાં કાર્યકરો અને કમિટી નક્કી કરે તે પ્રમાણે હું નિર્ણય કરીશ. કાર્યકરો કહેશે તો હું અપક્ષ ચૂંટણી લડીશ. કાર્યકર કહે છે તો હું કોંગ્રેસમાંથી ટિકિટ મળીશ અને કાર્યકર્તા કહેશે તો હું આમાંથી પાર્ટીમાંથી પણ આપી શકીશ.પણ હું આજે ભાજપને રામ રામ કહું છું.
-મધુ શ્રીવાસ્તવ

હું રાજીનામુ નહી આપુ
બળવા ખોર સતીષ નિશાળીયા એ જણાવ્યુ હતુ કે, હું પક્ષમાંથી રાજીનામુ નહી આપું ચુંટણી લડવી કે નહી તેનો નિર્ણય આજે કરીશ. 4000 હજાર કાર્યકર્તાઓ સાથે આજે મીટીંગ છે બીજા પક્ષમાંથી લડવુ કે અપક્ષમાંથી લડવુ. – સતીષ નિશાળીયા, બળવાખોર, કરજણ
હું શુ લેવા પક્ષમાંથી રાજીનામુ આપું
પાર્ટી મને સસ્પેન્ડ કરે હું અપક્ષમાંથી ચુંટણી લડવાનો છું. આગામી 17 તારીખના રોજ 11 કલાકે હું મારા સમર્થકો સાથે ફોર્મ ભરવા જઈશ.
દિનુમામા, બળવાખોર પાદરા
બળવાખોરોને પક્ષ સસ્પેન્ડ ક્યારે કરે?
પાર્ટી બળવાખોરને સસ્પેન્ડ કયારે કરે જ્યારે તે અપક્ષ કે બીજા કોઈ પક્ષમાંથી ઉમેદવારી કરે તો જ પાર્ટી સસ્પેન્ડ કરે. હાલમાં બન્ને બળવાખોરોને પાર્ટી દ્વારા મનાવવાની કોશીશ ચાલી રહી છે. તેઓ સતત અમારા સંપર્કમાં છે. પાર્ટી અમારી સામે જોવે. પક્ષ સામે અમને વાંધો નથી. – બી.જે. બ્રહમભટ્ટ, કાર્યપાલક પ્રમુખ, ભાજપ

Most Popular

To Top