પૃથ્વી પરનો માનવ જ્ઞાન વિજ્ઞાનમાં ગમે તેટલી સિધ્ધિઓ પ્રાપ્ત કરે છતાં જનજીવન તો પ્રકૃતિ આધારિત જ રહે છે. પૃથ્વીના પરિભ્રમણ અને પરિક્રમણ અનુસાર ગતિવિધિઓ ચાલે છે, ઋતુઓનાં વર્ષા, ઉષ્ણતા, શીતળતા અનુભવાય છે. ભૂકંપ, વાવાઝોડાં, સુનામી પ્રગટે છે. સૂર્યની નિકટતા અને દૂરી પ્રભાવિત કરતી રહે છે. સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ જેવી ઘટનાઓ બનતી રહે છે. હાલમાં અંતરીક્ષમાં ખગોળીય અદ્ભૂત નજારો લોકોએ જોયો, જેમાં પૃથ્વી સતત સૂર્યની નજીક જતા સૂર્ય વચ્ચે એક વર્ષનું સૌથી ઓછું અંતર જોવા મળ્યું જે ઘટી જઇ ચૌદ કરોડ, સિત્તેર લાખ, ત્રાણું હજાર એકસો ત્રેસઠ કિલોમીટર ખગોળશાસ્ત્રીઓએ નોંધ્યું છે. ક્રમશ તે હવે પછી વધવા લાગશે અને જુલાઇ માસમાં પંદર કરોડ, એકવીસ લાખ, પાંચસો સત્તાવીસ કિલોમીટર થઇ જશે. એક ગણતરી મુજબ હવે ચાર હજાર વર્ષ બાદ સૂર્યની સૌથી નજીક પહોંચી પૃથ્વી આવો નજારો કરશે. આ ઘટનાક્રમ પૃથ્વીના તાપમાન અને અક્ષાંશીય ફેરફાર અને પ્રભાવ આણશે. જેનું વિશ્લેષણ કરવામાં આવશે. પ્લેનેટરી પચાસ લાખ કિલોમીટર જેટલું ઘટી ગયું હતું.
પૃથ્વી સૂર્યની પરિક્રમા ઇંડા આકારના પથમાં કરતી રહે છે, જેમાં વર્ષમાન એકવાર આ અંતર ઘટે છે અને એકવાર વધે પણ છે. ખગોળ વિજ્ઞાનમાં આ પ્રક્રિયા પેરેહેલિયન કહેવાય છે, જયારે તેમાન અંતર ઘટે છે પણ વધે ત્યારની ઘટનાની પ્રક્રિયા એફેલિયન કહેવાય છે. પરિભ્રમણ અનુસાર કેલેન્ડરમાં વર્ષ અને મહિના નોંધાય છે. સૂર્ય આધારિત ચંદ્રને કારણે રાત દિવસ ચાલે છે, ઋતુઓ મુજબ તહેવારો ઉજવાય છે. માનવું સ્વાસ્થ્ય પણ પ્રકૃતિ આધારિત છે એટલે જ પર્યાવરણની જાળવણી અને પ્રદૂષણ નિવારણ માટે પ્રચાર થાય છે, જનજાગૃતિ કેળવાય છે. દેહાંત પછી દહન કે દફન સંસ્કારથી માનવે પ્રકૃતિમાં જ ભળી જવું પડે છે. એક ખ્યાલ મુજબ માનવ પ્રકૃતિ આધારિત કઠપૂતળી તરીકે જ પોતાનું જીવન વ્યતીત કરે છે, જેને પ્રકૃતિ લીલા જ કહેવાય.
સુરત – યૂસુફ એમ. ગુજરાતી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.