ગાંધીનગર : આજે ગાંધીનગર (Gandhinagar) ખાતે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના સંબંધિત અધિકારીઓ સાથે મંત્રી ઋષિકેશ પટેલે સમીક્ષા બેઠક યોજી વિભાગની કામગીરી, ભાવી આયોજન, બજેટ સંબંધિત જોગવાઇઓની અમલવારી, શિક્ષણ પ્રણાલી સંબંધિત પ્રશ્ને વિગતવાર ચર્ચા હાથ ધરાઇ હતી.
ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ અંતર્ગત કાર્યરત વિદ્યાર્થીઓને લગતી વિવિધ યોજના, કાર્યક્રમો સંબંધિત માહિતી મેળવીને SSIP 2.0, ન્યુ એજ ટેકનોલોજી, રાજ્યની વિવિધ યુનિવર્સિટી અને કોલેજ સંબંધિત મુદ્દે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં યુનિવર્સિટી અને કોલેજના બાંધકામ, માળખાકીય સવલતો, વહીવટી માળખા સંબંધિત પણ રીવ્યુ કરાયું હતું.
નેશનલ એજ્યુકેશ પોલીસી NEP-2020 સંબંધિત વિવિધ પરિબળો અને જોગવાઇઓની અમલવારી, કાર્યક્રમોની અસરકારક અમલવારી સંદર્ભે પણ આ બેઠકમાં ગહન ચર્ચા કરવામાં આવી હતી.