નવસારી: રાજ્યમાં એસ.ટી.બસોમાં (ST Bus) મુસાફરોની સુરક્ષિતતા પર વધુ એક વાર પ્રશ્ન ઉભો થયો છે. ગઈકાલે રાતે નવસારીના નેશનલ હાઈવે નં.48 (National Highway No. 48)પર એક કન્ટેનર અને ગુજરાત એસ.ટી.બસ વચ્ચે ગંભીર અકસ્માત (Accident) સર્જાયો હતો. દાહોદથી વલસાડ જતી એસ.ટી.બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેના કારણે હાઈવે પર લાંબા ટ્રાફિક જામની (Traffic Jam) સમસ્યા ઊભી થઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, કન્ટેનરના ટ્રક ચાલકે અચાનક બ્રેક મારતા બીજી લાઈનમાંથી પસાર થતી એસ.ટી.બસ સાથે અથડાતા અકસ્માત થયો હતો. અકસ્માતમાં એસ.ટી. બસના ડ્રાઈવર અને એક મુસાફરને સામાન્ય ઈજા પોંહચતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના કારણે હાઈવે પર લાંબા ટ્રાફિક જામની સમસ્યા ઊભી થઈ હતી. અકસ્માત થયાની જાણ થતાં જ નવસારી ટ્રાફિક પોલીસ અને ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી.