ગણદેવી: (Gandevi) ગણદેવી ને.હા.નં. 48 (National Highway) ઉપર દુવાડા ગામના (Village) પાટીયા પાસે બુધવાર રાત્રે ડિવાઈડર કુદી ધસી આવેલી ટ્રકે (Truck) સામેથી આવતી ટ્રકને અડફેટે લેતા જોરદાર અકસ્માત (Accident) સર્જાયો હતો. જેમાં બેને ગંભીર ઈજા પહોંચી છે અને બંને ટ્રકોને વ્યાપક નુક્સાન થયું છે. અકસ્માતને પગલે કલાકો સુધી હાઈવે પર ટ્રાફિકજામ (Traffic) રહ્યો હતો, જેને પોલીસે ખાસ્સી જહેમત બાદ થાળે પાડ્યો હતો.
- ગણદેવી દુવાડા હાઈવે પર બે ટ્રક સામસામે અથડાતાં બેને ઈજા, કલાકો ટ્રાફિકજામ રહ્યો
- એક ટ્રક ડિવાઈડર કુદીને સામેના ટ્રેક પર ધસી જતાં ગમખ્વાર અકસ્માત, બંને ટ્રકોનો ખુરદો બોલી ગયો
રાજહંસ કાર્ગો મૂવર્સ કંપનીનો એક ચાલક મહંમદ ખાલીદ મહંમદ ખાન (ઉ.વ. 35 મૂળ રહે.ઉત્તરપ્રદેશ, હાલ રહે. પાલઘર, મહારાષ્ટ્ર) ગત તા. 25/4/23 મંગળવારના રોજ ટ્રક નં. આરજે 06 જીસી 4763માં કપડાં બનાવવાના દોરા ભરી ભીલવાડાથી મુંબઈ જવા નીકળ્યો હતો. દરમિયાન બીજા દિવસે બુધવાર રાત્રે 9:30ના અરસામાં હાઇવે નં. 48 ગણદેવી તાલુકાના દુવાડા પાટીયા પાસે સુંદર ધાબાની સામેથી પસાર થતો હતો, તે વેળા સામેના મુંબઈથી અમદાવાદ તરફ જતા ટ્રેક ઉપરથી ટ્રક નં.પીબી 10 જીડબ્લ્યુ 9811ના ચાલકે પુરઝડપે ગફલત ભરી રીતે હંકારી ડિવાઈડર કુદાવી અકસ્માત સર્જ્યો હતો.
જેમાં મહંમદ ખાલીદને ડાબા પગના થાપામાં મૂઢ માર લાગતા ઇજા પહોંચી હતી. જ્યારે અકસ્માત સર્જનાર ટ્રકના કંડકટરને પગમાં ફ્રેક્ચરની ઇજા સાથે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બંને ટ્રકોને વ્યાપક નુકશાન થયું હતું. ગણદેવી પોલીસે ટ્રાફિક સુચારુ કરાવ્યો હતો. ઉપરોક્ત મામલે ગણદેવી પોલીસમાં મહંમદ ખાલીદ મહંમદ ખાનની ફરીયાદ આધારે વધુ તપાસ અ.હે.કો. અનુરુદ્ધસિંહ વજુભા ચલાવી રહ્યાં છે.
વાંસદા ધરમપુર રોડ પર શેરડી ભરેલા ટેમ્પાએ બાઈકને ટક્કર મારી: ત્રણને ગંભીર ઈજા
વાંસદા: વાંસદા ધરમપુર રોડ ઉપર શેરડી ભરેલો એક ટેમ્પો, બાઈકને ટક્કર માર્યા બાદ પલ્ટી ગયો હતો. આ અકસ્માતમાં બાઈકચાલક ઉપરાંત ટેમ્પોના ડ્રાઈવર-ક્લિનરને પણ ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા છે.
વાંસદા – ધરમપુર રોડ ઉપર વાડીચોંઢા ગામ પાસે વળાંકમાં સાંજના સમયે ધરમપુર સાઇડેથી આવી રહેલ શેરડી ભરેલો આઇસર ટેમ્પો નં. MH48 T3228ના ચાલકે આગળ જઈ રહેલ મોપેડ મો.સા. નં. GJ 21AS 6345ને જોરદાર ટક્કર મારતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. બાઇકને ટક્કર લાગ્યા બાદ ટેમ્પો પણ પલટી ગયો હતો. આ અકસ્માતમાં બાઈક ચાલકને હાથના ભાગે ઈજા પહોંચી હતી. સાથે જ ટ્રકના ડ્રાઈવર-ક્લીનરને પણ ગંભીર ઈજાઓ પહોંચતાં ગંભીર રીતે ઘવાયેલા ત્રણેય વ્યક્તિઓને વાંસદા કોટેજ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.