Sports

આખરે 37મી નેશનલ ગેમ્સ 2023 ગોવામાં યોજવા લેવાયો નિર્ણય

નવી દિલ્હી: નેશનલ ગેમ્સ (National Games) જ દેશને જુદા જુદા રમતવીરો પૂરા પાડવાનનું સૌથી મોટુ માધ્યમ છે તેના વચ્ચે ગોવાથી (Goa) એક ખૂબ જ સારા સમાચાર આવી રહ્યાં છે. જાણવા મળતી વિગતો અનુસાર નેશનલ ગેમ્સ 2023નું આયોજન ગોવા ખાતે કરવાની જાહેરાત કેન્દ્ર સરકારે કરી છે. ગોવાના રમત ગમત મંત્રી ગોવિંદ ગૌડેએ વિધાનસભામાં આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે એક દશકા સુધી રાહ જોયા પછી ગોવાને યજમાન બનવાનો મોકો મળ્યો છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, નેશનલ ગેમ્સ માટે જે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર હોય તે મુજબની માળખાકીય સુવિધા ડિસેમ્બર 2022 સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે. આ સાથે જ તેમણે ગોવાને તક આપવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો (PMNarendraModi) આભાર પણ માન્યો હતો. તેમણે વિધાનસભાને સંબોધતા વધુમાં કહ્યું હતું કે, ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (Indian Olympic Association) તરફથી તેમને એક ઇમેઇલ મળ્યો છે. જેમાં યુવા અને કેન્દ્રીય રમત ગમત મંત્રાલયની પણ સહમતી દર્શાવવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, 37મી નેશનલ ગેમ્સ માટે યજમાન તરીકે ગોવાની પસંદગી કરવામાં આવી છે.

અગાઉ 2015માં કેરળ પછી 2016માં ગોવામાં નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ 2018 અને 2019માં ગોવા તેના માટેની માળખાકીય સુવિધા ઊભી કરી શક્યું ન હતું. ત્યાર બાદ કોરોના મહામારી આવી ગઇ હતી અને હવે ફરી એક વખત ગોવા ઉપર પસંદગી ઉતારવામાં આવી છે.

Most Popular

To Top