નવી દિલ્હી: વિશ્વમાં કોરોનાના (corona) નવા વેરિયન્ટના (variant) કારણે સમગ્ર વિશ્વમાં તબાહી મચી રહી છે. ત્યારે દરેક વ્યક્તિ ભૂકંપ અને ચક્રવાત, પૂર જેવી કુદરતી આફતોથી ડરી જાય છે, જ્યારે આ બધાની વચ્ચે નાસા (NASA) એ ચેતવણી આપી છે કે ફેબ્રુઆરી મહિનામાં એક એસ્ટરોઈડ (Asteroids) પૃથ્વી (earth) સાથે અથડાઈ (Collision) શકે તેવી આંક્ષકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
નાસાએ તેને આ નામ આપ્યું
નાસાના વૈજ્ઞાનિકોએ કહ્યું કે 11 ફેબ્રુઆરીએ એક એસ્ટરોઇડ પૃથ્વીની ખૂબ નજીકથી પસાર થવા જઈ રહ્યો છે. જેની સાઈઝ એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગ (Empire State Building) કરતા ઘણી મોટી છે. જો આ લઘુગ્રહ પૃથ્વી સાથે અથડાશે તો મોટો વિનાશ થઈ શકે છે. તેની સાઈઝ એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગ કરતા પણ મોટી છે. નાસાના વૈજ્ઞાનિકોએ કહ્યું કે આ એસ્ટરોઇડ થોડા દિવસોમાં પૃથ્વીની નજીક આવી જશે. નાસાએ તેનું નામ 138971 (2001 CB21) રાખ્યું છે. આ એસ્ટરોઇડની પહોળાઈ 4 હજાર 2065 ફૂટ છે.
નાસાના વૈજ્ઞાનિકોએ આ ચેતવણી આપી છે
વૈજ્ઞાનિકોએ આ લઘુગ્રહને પૃથ્વીની ખૂબ નજીકથી પસાર થતા લઘુગ્રહોની યાદીમાં સામેલ કર્યો છે. તે પૃથ્વીની ખૂબ નજીકથી પસાર થશે, જ્યારે તે પૃથ્વીની નજીકથી પસાર થશે, ત્યારે તેનું અંતર પૃથ્વીથી 30 લાખ માઈલ હશે. જો તે પૃથ્વી સાથે અથડાશે તો ભારે વિનાશનો ભય છે.
આ પછી 2024માં એસ્ટરોઇડ જોવા મળશે
વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે હવે એસ્ટરોઇડ જાન્યુઆરી 2024 માં દેખાશે. 2024 જૂનમાં અને ફરીથી ડિસેમ્બરમાં જોવા મળશે. નાસા અનુસાર આ પછી એસ્ટરોઇડ 11 ઓક્ટોબર 2194 સુધી પૃથ્વી પાસેથી પસાર થશે.
જાણો શું છે એસ્ટરોઇડ
અવકાશમાંથી દરરોજ પૃથ્વી પર એસ્ટરોઇડ તૂટીને રહે છે, નાના અને મોટા બંને રીતે એસ્ટરોઇડ્સ છે. જ્યારે આ મોટા લઘુગ્રહો પૃથ્વી પર પડે છે ત્યારે ભારે તબાહી સર્જાય છે. ક્યારેક તેઓ દરિયામાં પડી જાય છે.તો ક્યારેક તે ઘણી વખત પૃથ્વીની ખૂબ નજીકથી નીકળી જાય છે અને તેના વિશે આપણે જાણતા પણ નથી. પરંતુ જો એસ્ટોઈડ પૃથ્વી સાથે અથડાય છે, તો તેઓ મહાન વિનાશ લાવે છે.