Charchapatra

નરો વા કુંજારોવા

 ‘કોરોના’ના વાહકો પોતાની જાડી ચામડી બચાવવા હવે ‘નરો વા કુંજારોવા’ જેવું નાટક ભજવી રહ્યા છે એટલા માટે કે ‘જાન હૈ તો જહાન હૈ – હવે ‘‘જાન હૈ તો વોટ હૈ’’ રમતના થોડા અંશો- ઓક્સિજનની તંગીથી કોઈનું મોત થયું નથી. તો ‘મૃત્યુ’ કઈ રીતે અને કેમ થયું? તો એવા લોકોને બીજી બિમારી હતી જ! આઈસીએમઆરની (સરકારી રમકડું) ગાઈડ લાઈન એવી છે કે ઓક્સિજનને મોતનું કારણ ન ગણાવી શકાય! આવા સ્ટેટમેન્ટ આપનારાને લોકોમાં ‘People Power’’ નો અભાવ હોય ફાટી ગયા છે.

અને મનઘડંત  સવારે ‘ટોયલેટ એક પ્રેમકથા’ની  જેમ એપિસોડ પૂરો થાય પછી જ શાસક કે બીન શાસક નેતાઓ ઓફિસ ટાઈમ જાત-જાતના ગતકડાં અને તાલિબાની ફતવાઓ બહાર પાડે છે. અને આમ નાગરિકોની જિંદગી સાથે છેડછાડ કરી રહ્યા હોય એવું ભાસેછે. સરદાર પટેલે કહ્યું હતું કે ગમે એવો જુલ્મી શાસક પણ પ્રજાના વિદ્રોહ સામે નકામો ઠરે છે. જે હાલમાં દક્ષિણ આફ્રિકાના અમુક દેશો મ્યાનમાર, બેંગકોક વગેરે વગેરે અંગ્રેજી ન્યૂઝ ચેનલો જોતા જાણવા મળે છે.

કોઈ પણ પ્રકારની ત્રીજી લહેર આવવાની નથી. ‘WHO’ મલ્ટીનેશનલ કંપનીના અબજોપતિ માલિકોનું કઠપૂતળી ટાઈપનું રમકડું છે. જેમ બેઠક સ્થિર નથી એટલે ગમે ત્યાં ઢળી પડે છે. ‘ડબલ્યુએચઓ’ના અધિકારીઓ ‘ભ્રષ્ટાચાર’ આચરીને રૂપિયા કમાવવા બેઠા છે. કેમકે આનાથી સારી તક ફરી આવવાની નથી એટલે હાથ નાંખ્યો છે તો ‘કોરો’ શું કામ કાઢીએ? ચિખલી  – કિરીટ સોલંકી – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top