જાણીતા કથાકાર મોરારિબાપુનાં ધર્મપત્ની નર્મદાબેનનું 75ની વયે દુઃખદ નિધન થયું છે. નર્મદાબેન મોરારિદાસ હરિયાણીનું નિધન થયું છે. તેમણે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તલગાજરડા ખાતેના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. પાર્થિવદેહને તલગાજરડાના નિવાસસ્થાને સમાધિ આપવામાં આવી છે.
મોરારિબાપુનાં પત્ની નર્મદાબેને મોડી રાતે 1.30 વાગ્યે દેહ ત્યાગ કર્યો હતો. તેમના પાર્થિવદેહને તલગાજરડાના નિવાસસ્થાને આજે સવારે 9 વાગ્યે સમાધિ આપવામાં આવી છે. નર્મદાબેન સાથે મોરારિબાપુના લગ્ન વણોટ ગામે થયા હતા. તેમની અંતિમવિધિ આજે સવારે 9 વાગ્યે તલગાજરડા મુકામે યોજવામાં આવી છે.
નર્મદાબેનની થોડા સમયથી તબિયત ખરાબ હતી અને બે દિવસથી અન્નનો ત્યાગ કર્યો હતો. મોરારિબાપુનાં ધર્મ પત્નીએ નર્મદાબેને 75 વર્ષની ઉંમરમાં દેહ છોડ્યો છે. મોરારિબાપુના લગ્ન વણોટ ગામે નર્મદાબા સાથે થયા હતા. આજે તેઓની સમાધિ વિધિ તલગાજરડા મુકામે કરવામાં આવી છે. તેમના નિધનના સમાચાર મળતાં જ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. પૂજય નર્મદાબેનના નિધનથી તલગાજરડા ગામ સંપૂર્ણપણે બંધ જોવા મળી રહ્યું છે.