રાજપીપળા: નર્મદા જિલ્લાના (Narmada District) તિલકવાડા તાલુકાના રેંગણ ટેકરા ગામે 17 વર્ષીય સગીરાએ યુવકથી હેરાન થઈ ઝેરી દવા પી આપઘાત (Suicide) કર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તિલકવાડા પોલીસે (Police)મૃતક યુવતીના પિતાની ફરિયાદને આધારે કાર્યવાહી હાથ ધરી છે.
- જબરદસ્તી પ્રેમ સંબંધ બાંધવા મજૂબર કરતાં યુવકે આપેલું ઝેર પીને સગીરાનો આપઘાત
- ગરુડેશ્વર સી.એચ.સી માં દાખલ થયા બાદ ડોક્ટરે પોલીસને વહેલી જાણ ન કરી હોવાનો મૃતક યુવતીના પિતાનો આક્ષેપ
ફરિયાદ મુજબ તિલકવાડાના રેંગણ ટેકરા ગામે રહેતો જયેશ સોમાં વસાવા ગામની જ એક 17 વર્ષીય સગીરાને જબરદસ્તી પ્રેમ સંબંધ બાંધવા હેરાન કરતો હતો. સગીરાએ પ્રેમ સંબંધ બંધવાની ના પાડતા જયેશે યુવતીને ઝેરી દવા હાથમાં આપી કહ્યું કે ‘તારે જો મારી સાથે પ્રેમ સંબંધ બાંધવો ન હોય તો આ દવા પી મરી જા.’ યુવકથી કંટાળેલી યુવતીએ પોતાના ઘરના વાડામાં ઝેરી દવા પી લેતા એેને વધુ સારવાર માટે રાજપીપળાથી વડોદરા લઈ જતાં હતા ત્યારે અધવચ્ચે જ મોત નીપજ્યું હતું. એક તરફ યુવતીના પિતા એવો આક્ષેપ કરી રહ્યા છે કે મારી પુત્રીને ગરુડેશ્વર સી.એચ.સી.માં દાખલ કર્યા બાદ ત્યાં હાજર તબીબે પોલીસને વહેલી જાણ કરી જ ન્હોતી. જો પોલીસને વહેલી જાણ કરી હોત તો મારી દીકરીએ ઝેર કેમ પીધું એનું વધુ સચોટ કારણ જાણી શકાય એમ હતું.
મેં ફોન કર્યો હતો પરંતુ પોલીસે ફોન ઉપાડ્યો: તબીબી
આ બાબતે ગરુડેશ્વર સી.એચ.સી ના તબીબ ડો.પ્રશાંતે જણાવ્યું હતું કે મેં વર્ધિ લખાવવા તિલકવાડા પોલીસ સ્ટેશનમાં એક વાર રિંગ મારી પણ કોઈએ ફોન ન ઉઠાવ્યો. એટલે સવારે જમાદારનો પરશનલ નંબર લઈ ફોન કરી જાણ કરી. જો કોઈ ફોન ન ઉપાડે તો લોકોના ઘરે થોડો કેહવા જાઉં.