શિનોર : શિનોરના માંજરોલ ગામે નજીકથી પસાર થતી અમરેશ્વર બ્રાન્ચની નર્મદા કેનાલમાં ભરૂચ જિલ્લાના વિલાયત ગામના, આદિવાસી યુવક-યુવતીએ ઝંપલાવી, જીવન ટૂંકાવવા નો પ્રયાસ કર્યો હતો. જેમાં યુવકનું પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યું હતું જ્યારે યુવતીનો બચાવ થયો હતો.. શિનોર તાલુકાના માંજરોલ ગામે નજીક થી પસાર થતી અમરેશ્વર બ્રાન્ચની નર્મદા કેનાલ પસાર થાય છે.-હાલ આ કેનાલમાં છલોછલ પાણીનો પ્રવાહ વહી રહ્યો છે. મંગળવારની સવારે, ભરુચ જિલ્લાના, વિલાયત ગામના આદિવાસી યુવક-યુવતીએ, કોઈ અગમ્યકારણોસર, કેનાલમાં ઝંપલાવી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે યુવતીએ બચાવો, બચાવોની બૂમો પાડતા,કેનાલ ની બાજુમાં દિવેલાનું કટીંગ કરી રહેલા શ્રમજીવીઓ ત્યાં દોડી આવ્યા હતા. જ્યાં યુવતી કેનાલમાંથી બહાર આવી જતાં તેનો બચાવ થયો હતો, જ્યારે યુવક પાણી માં ડૂબી જતાં, લાપત્તા બન્યો હતો. બનાવ સંદર્ભે સાધલી પોલીસને જાણ કરતા, પોલીસે બનાવના સ્થળે પહોંચી સ્થાનિક તરવૈયાઓની મદદથી, પાણીમાં લાપત્તા થયેલ યુવકને શોધી બહાર કાઢ્યો હતો. જોકે પાણીમાં ડૂબી જવાથી તેનું મોત નિપજ્યું હોય, પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી, કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી મુજબ કેનાલના પાણીમાં ઝંપલાવી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરનાર યુવક-યવતિ ભરુચ જિલ્લાના, વિલાયત ગામના જયેશ કાલિદાસ વસાવા તથા સરસ્વતી ખોડાભાઇ વસાવા હોવાનું જાણવા મળેલ છે.. જેમાં જયેશ વસાવાનું પાણીમાં ડૂબી જતાં મોત નિપજ્યું છે.
શિનોરની નર્મદા કેનાલમાં પ્રેમી પંખીડાનો ભૂસકો : યુવકનું મોત, યુવતીનો બચાવ
By
Posted on