રાજપીપળા: નર્મદા (Narmada) જિલ્લા ભાજપના (BJP) કાર્યકર (worker) અને સાથે સાથે દારૂના બુટલેગર દિનેશ શાંતિલાલ વસાવાએ આમલેથા પોલીસ (Police) જવાન પર હુમલો (Attack) કરી કારના કાચ તોડી નંખાયા હોવા બાબતની પોલીસ જવાને રાજપીપળા પોલીસમથકમાં ફરિયાદ નોંધાવતાં ચકચાર મચી ગઈ છે.નાંદોદના આમલેથા પોલીસમથકમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ જિતેન્દ્ર ઇન્દ્રવદન વસાવાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ અગાઉ આમલેથા પોલીસ સ્ટેશન કાર્યક્ષેત્ર વિસ્તારમાં નાઈટ રાઉન્ડની ફરજ દરમિયાન દારૂની ગેરકાયદે પ્રવૃત્તિ અટકાવવા વોચમાં હતા.
તું મને હજુ બરાબર ઓળખતો નથી તેમ કહી ધાકધમકી આપી હતી
જિતેન્દ્ર ઇન્દ્રવદન વસાવા કેવડિયા કોલોની ખાતે બંદોબસ્ત પૂરો કરી રાજપીપળા કાલાઘેડા પાસે ફોરેસ્ટ ક્વાટર્સમાં પોતાનું ક્વાટર્સ નજીક પોતાની ફોર વ્હીલ ગાડી લઇ રાજપીપળા કાલા ઘોડા સર્કલ પાસે સુઝુકી બલેનો લઈને આવેલા વ્યક્તિ સાથે ઊભા હતા. દરમિયાન આમલેથા પોલીસ સ્ટેશન વિસ્તારના ચિત્રોલ ગામે રહેવાસી ઈંગ્લિશ દારૂનો બુટલેગર અને ભૂતકાળમાં પ્રોહિબિશન હેઠળ ગુના પોલીસમથકમાં નોંધાયેલા હોય એવા દિનેશ શાંતિલાલ વસાવા અને એની સાથેના અન્ય બે અજાણ્યા વ્યક્તિઓએ પોલીસ જવાનને કહ્યું હતું કે, “તું ગઇકાલે નાઇટમાં દારૂ પકડવાની વોચમાં હતો, તે તું બંધ કરી દેજો. નહીંતર આનું પરિણામ સારું નહીં આવે. તું મને હજુ બરાબર ઓળખતો નથી તેમ કહી ધાકધમકી આપી હતી.
રાજપીપળા પોલીસે તમામ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
અને તેની સાથેના અન્ય બે અજાણ્યા વ્યક્તિઓએ અપશબ્દો બોલી પોલીસ જવાનને માથામા મુક્કો માર્યો હતો, સાથે સાથે પોલીસ જવાન સાથે ઊભેલા વ્યક્તિને જાનથી મારવાની ધમકી આપી હતી. બીજી બાજુ તમામ લોકોએ પોલીસ જવાન છૂટો પથ્થરનો ઘા કર્યો હતો. પોલીસ જવાનોની સાથે ઊભેલા વ્યક્તિની ફોરવ્હીલ ગાડી ઉપર પથ્થરમારો કરી ગાડીઓના કાચ તોડી નાંખી નુકસાન કર્યુ હતું. જેથી પોલીસ જવાન જિતેન્દ્ર ઇન્દ્રવદન વસાવાએ રાજપીપળા પોલીસ મથકમાં ત્રણ વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. રાજપીપળા પોલીસે તમામ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.