Dakshin Gujarat

નર્મદા જિલ્લામાં શુભ પ્રસંગે બેન્ડની મંજૂરી નહીં મળતાં 4000 લોકો બેકાર બની ગયા

કોરોના સંક્રમણ હાલ હળવું થયું છે, ગુજરાત સરકારે તમામ ધંધા રોજગારમાં હળવી છૂટછાટ આપી છે. ત્યારે શુભ પ્રસંગોમાં બેન્ડ અને ડી.જે. સિસ્ટમ વગાડવાની મંજૂરી માટે અખિલ ગુજરાત બેન્ડ સંગઠને નર્મદા કલેક્ટર, ભાજપ સાંસદ મનસુખ વસાવા અને નાંદોદ ધારાસભ્યને રજૂઆત કરી હતી. અખિલ ગુજરાત બેન્ડ સંગઠને રજૂઆતમાં જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લામાં કુલ 120થી વધુ બેન્ડ અને ડી.જે. સિસ્ટમ છે, એક સિસ્ટમમાં 30થી 40 લોકો કામ કરે છે તો એ જોતાં હાલ કોરોના કાળમાં 4000થી વધુ લોકો બેકાર બની ગયા છે. બેન્ડની મંજૂરી ન હોવાથી એ લોકો કુટુંબનું યોગ્ય રીતે ભરણ પોષણ કરી શકતા નથી.

અમે પણ લોન લઈને સિસ્ટમ લાવ્યા છે. અમને 2 વર્ષમાં ઘણું નુકસાન થયું છે. લોનના હપ્તા ભરવા પણ શક્ય નથી. જો સરકાર અમને શુભ પ્રસંગે બેન્ડ-ડી.જે. સિસ્ટમ વગાડવાની મંજૂરી આપે તો જ અમારું ભરણપોષણ થાય એમ છે. સાથે સાથે અમે કોરોના ગાઈડલાઈનનું ચુસ્ત પણે પાલન કરીશું. રજૂઆતમાં વધુમાં જણાવ્યું હતું કે, સરકારે સ્કૂલ-કોલેજ તેમજ નાની મોટી કચેરીઓ અને સામાજિક પ્રસંગોમાં નિયમ મુજબ પરમિશન આપી જ છે. જેથી અમને જો બેન્ડ-ડી.જે. વગાડવાની પરમિશન આપવામાં આવે તો અમે અમારા કુટુંબનું ભરણપોષણ કરી શકીએ એમ છીએ.

Most Popular

To Top