SURAT

નર્મદ યુનિવર્સિટીએ ડે-કેર સેન્ટરમાં આઇડિયા એન્ડ ઇનોવેશન સેન્ટર બનાવાશે

surat : શહેરની વીર નર્મદ યુનિવર્સિટી ( veer narmad university ) ખાતે આજ રોજ મળેલી સિન્ડિકેટ બેઠકમાં રિસર્ચને પ્રોત્સાહન આપવા માટે આઇડિયા એન્ડ ઇનોવેશન સેન્ટર શરૂ કરવા નિર્ણય કર્યો છે.વીર નર્મદ યુનિવર્સિટી ખાતે આજરોજ મળેલી સિન્ડિકેટ સભામાં મહત્વનાં નિર્ણયો લેવાયા છે. આ અંગે માહિતી આપતા યુવા સિન્ડિકેટ સદસ્ય ડો.કશ્યપ ખરચિયાએ કહ્યું હતું કે, દક્ષિણ ગુજરાત વિસ્તારમાં રિચર્સને પ્રોત્સાહન આપવા કેમ્પસમાં આઇડિયા એન્ડ ઇનોવેશન સેન્ટર બનાવાશે. હાલ યુનિવર્સિટી કેમ્પસમાં લાયબ્રેરી સામે જે ડે-કેર સેન્ટર ( day care center) ચાલે છે તે સ્થળ ઉપર આ સેન્ટર શરૂ કરાશે. આ સેન્ટરનો મુખ્ય હેતુ રિસર્ચને લગતી નવી નવી આઇડિયા નવા નવા કન્સેપ્ટ અને તે અંગે વિગતો સંશોધનકારોને પૂરી પડાશે. આ સેન્ટર શહેર અને જિલ્લાની અલગ અલગ ઇન્ડસ્ટ્રી સાથે સંકલન સાંધશે. જેથી આ ઇન્ડસ્ટ્રીઝમાં જે તે ફિલ્ડના તજજ્ઞો હોય તેમને યુનિવર્સિટી બોલાવી સંશોધનકારોને દિશા આપી શકે. આ કન્સેપ્ટ માટે દેશભરના નિષ્ણાંતોની પણ મદદ લેવાશે. યુનિવર્સિટીમાં સમાજ ઉપયોગી તેમજ દેશ ઉપયોગી સંશોધનો થાય. સંશોધનકારોને તેમના સંશધોનનું યથાર્થ ફળ મળે તેવા પગલાં ભરાશે.

કોરોનાને ( corona) લીધે આ વખતે લેઇટ ફીમાં રાહત માત્ર 100 ફી લેવાશે
યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય ડો.કશ્યપ ખરચિયાએ કહ્યું હતું કે, કોરોનાને લીધે યુનિવર્સિટીની પરીક્ષાના લેઇટ ફીના દરો ઘટાડવા અંગે દરખાસ્ત હતી. ખાસ કરીને કોરોનાને લીધે સેંકડો પરિવારો ઉપર આથિર્કભારણ વધી ગયું છે તેવા સંજોગોમાં મધ્યમ વર્ગના પરિવારમાંથી આવતા ઉમેદવારોને પહેલાની માફક અલગ અલગ મુદત મુજબ લેઇટ ફી ભરવી પરવડે તેમ નહોતી. યુનિવર્સિટી પહેલા પંદર દિવસ મોડુ થાય તો 250 લેતી તે રીતે દર પંદર પંદર દિવસે લેવાતી આ લેટ ફી 2000 આસપાસ થઇ જતી હતી. જે આ વર્ષે નોમીનલ કરી દેવામાં આવી છે. આ વર્ષે પરીક્ષાના ફોર્મ ( exam form) ભરવાના રહી ગયા હોય તેવા ઉમેદવારો માત્ર 100 રૂપિયા લેઇટ ફી ભરી એકઝામ ફોર્મ ભરી શકશે.
આગામી પ્રવેશ પ્રક્રિયામાં જે તે ફેક્લ્ટીના સ્ટુડન્ટન્સ રિપ્રેઝન્ટેટિવને મૂકવા રજૂઆતો
સિન્ડિકેટ સભ્ય એડવોકેટ ભાવેશ રબારીએ રજૂઆતો કરી હતી કે યુનિવર્સિટીમાં પ્રવર્તમાન એકેડમિકયર માટે અલગ અલગ ફેક્લટીમાં એડમિશન પ્રોસિજર શરૂ થવાની છે. આ પ્રોસિજર માટે યુનિવર્સિટીએ સમિતિઓ બનાવી છે. આ પ્રવેશ સમિતિમાં જે તે ફેકલ્ટીમાંથી આવતા સ્ટુડન્ટન્સ રિપ્રેઝન્ટેટિટ મૂકવા ભાવેશ રબારીએ માંગણી કરી છે. તેમને કહ્યું છે કે યુનિવર્સિટીની પ્રવેશ સમિતિમાં જે ઉમેદવારોને તકલીફ પડે તે આ પ્રિતિનિધિઓ સોલ્વ કરી શકશે.
3500 શાળાના સ્ટાફને પણ એડમિશન વખતે મદદ લેવાશે

યુનિવર્સિટીના સિન્ડિકેટ સદસ્ય ડો.કશ્યપ ખરચિયાએ કહ્યું હતું કે, આ વર્ષે યુનિવર્સિટીએ પ્રવેશ માટે તમામે પ્રક્રિયા ઓનલાઇન ( online) કરી છે. તે ઉપરાંત પરીક્ષાઆો પણ ઓનલાઇન લેવાની છે. તેવા સંજોગોમાં યુનિવર્સિટીની એડમિશન પ્રોસિઝર અને એક્ઝામિનેશન પ્રોસિજરમાં ક્લેરિકલ સપોર્ટ માટે દક્ષિણ ગુજરાતભરની શાળાઓની મદદ લેવાશે આશરે 3500 શાળાઓના સ્ટાફને પણ મદદ માટે લેવાશે તેવી જ રીતે પરીક્ષા આપવા માટે પણ જે તે સ્કૂલની લેબોરેટરી ઉપયોગમાં લઇ શકાય તે માટે તમામ શાળાઓ સાથે સંકલન કરાશે

Most Popular

To Top